News of Monday, 10th March 2025
જીલ્લા સરકારી એડવોકેટ એમ.પી.સભાણી પરિવારનું અનુકરણીય પગલું લગ્ન પ્રસંગે સમાજ ઉપયોગી કાર્યઃ સુરેન્દ્રનગરમાં આશિર્વાદોત્સવ

રાજકોટતા.૧૦: ૨૧ ફેબ્રુઆરી ૨૦૨૫ના રોજ સુરેન્દ્રનગર જિલ્લા સરકારી વકીલ શ્રી એમ. પી. સભાણીના પુત્ર ચિ. કૃણાલનાં લગ્ન નિમિત્તે દિ. ૨૨ ફેબ્રુઆરી ૨૦૨૫ના રોજ સુરેન્દ્રનગર ખાતે આશિર્વાદોત્સવ યોજાયો.
આ પ્રસંગે સમાજ ઉપયોગી કાર્યને પણ પ્રસંગનો ભાગ બનાવી ગુજરાત કલ્યાણ પરિષદ ટ્રસ્ટ કે જે સમાજ જાગરણ માટે, સ્વાવલંબન ક્ષેત્રે, મેડિકલ ક્ષેત્રે, પર્યાવરણ ક્ષેત્રે, સમાજના સામાન્ય વર્ગના ઉત્થાન માટે સેવા કાર્ય, ખેડૂતો માટે ઉપયોગી સેવાકાર્યો, શ્રમિકો માટે સેવાકાર્યો ચલાવતું ટ્રસ્ટ છે. આ ટ્રસ્ટની પ્રવૃત્તિને વેગ મળે તેવા શુભ આશયથી આ ટ્રસ્ટને પોતાનાં પુત્ર ચિ. કૃણાલ સંગ ચિ. ડો.ક્રિષ્નાના લગ્ન પ્રસંગે રૂ. ૫૧,૦૦૦/- રૂપિયા એકાવન હજાર આપી પોતાના શુભ પ્રસંગે સમાજની ચિંતા કરી એક ઉત્તમ ઉદાહરણ પ્રસ્થાપિત કર્યાનું શ્રી જયેશ સંઘાણીએ જણાવ્યું છે.
આ પ્રસંગે સંઘના પ્રાંત પ્રચારક શ્રી મહેશભાઈ જીવાણી તથા સુરેન્દ્રનગર જિલ્લા સંદ્યચાલક મા. ડો. નિલેશભાઈ ત્રિવેદીને રૂ. ૫૧,૦૦૦/- નો ચેક અર્પણ કરેલ.
જેઓએ તેમનો ભાવ વ્યક્ત કરતા જણાવેલ કે આપણા શુભ પ્રસંગે આપણે આપણા સમગ્ર સમાજનો સમરસતા યુક્ત વિકાસ થાય તેની ચિંતા અને વ્યવસ્થા કરવી આવશ્યક છે. આ પ્રસંગે ઉપસ્થિત સૌ સગા, સંબંધી, મહાનુભાવોએ, સાધુ-સંતોએ આ વિચારને વધાવી લીધેલ.
(12:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
