<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 10th March 2025

સાંસદ કેસરીદેવસિંહજીની વેસ્‍ટર્ન રેલ્‍વે જનરલ મેનેજરને સૌરાષ્‍ટ્ર અને ખાસ કરી મોરબી જિલ્લાના પ્રશ્નોની રજૂઆત

 

વાંકાનેર : રાજકોટ ખાતે વેસ્‍ટર્ન રેલ્‍વેના જનરલ મેનેજર મુલાકાતે આવતા સાંસદશ્રી કેસરીદેવસિંહજી એ સૌરાષ્‍ટ્ર અને મોરબી જિલ્લાના અનેક પ્રશ્નોની રજુઆત કરી હતી. ઓખા વિરમગામ વચ્‍ચે નવી ટ્રેન ચાલુ કરવી, ઓખા અમદાવાદ માટે નવી ટ્રેનની માંગણી કરેલ હતી.

પોરબંદર હાવડા રર૯૦૬ ટ્રેઇન રીટર્નમાં વાંકાનેર ખાતે સ્‍ટોપજ આપવો.  ઓખા ગોહાટી, ઓખા બનારસ, ડુરન્‍ટો એકસપ્રેસ વગેરે ટ્રેઇનનો સ્‍ટોપેજ વાંકાનેર ખાતે આપવો.  વાંકાનેર તેમજ મોરબી જંકશન ઉપર પીવાના પાણીની સુવિધા, એકસીલેટર (સીડી) મુકવા નવા યુરીનલ બનાવવા તેમજ પ્‍લેટફોર્મ ઉપર બેન્‍ચ મુકવા જેવી પેસેન્‍જર સુવિધા જરૂરિયાત મુજબ ઉભી કરી પેસેન્‍જર ને સારી સગવડતા મળી રહે તેની રજુઆત કરેલ હતી.

મોરબી વાંકાનેર ડેમો ટ્રેઇનના સમયમાં ફેરફાર કરી તેમજ ડબ્‍બાની કેપેસીટી વધારવા માટેની પણ રજુઆત કરી હતી. ખાસ કરીને કોરોના પહેલાના સમયથી જે ટ્રેઇન આવતી હતી જેવી સૌરાષ્‍ટ્રમેલ અને સૌરાષ્‍ટ્ર જનતા તેમનો રિસેડયુલ કરી પહેલા આવતી હતી તે સમય પ્રમાણે ચલાવવી તેની પણ રજુઆત કરી હતી

(12:14 PM IST)