News of Monday, 10th March 2025
આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના રોજ ૧૮૧ ‘અભયમ' મહિલા હેલ્પ લાઈનના ગુજરાતમાં સફળતાપૂર્વક ૧૦ વર્ષ પૂર્ણ
ગીર સોમનાથ જિલ્લામાં છેલ્લા ૧૦ વર્ષમાં ૫૪૫૧ મહિલાઓને ધટના સ્થળે મદદ પહોંચાડી

(ભાસ્કર વૈદ્ય દ્વારા) સોમનાથ, તા. ૧૦: ગુજરાત રાજ્યની વિશેષતા એ છે કે પ્રત્યેક બાબતમાં આગવી રીતે પહેલ કરી લોકોને સરળતાથી યોજનાઓનો લાભ પહોચાડી શકાય તેવા અનેક સંવેદનશીલ નિર્ણયો લેવામાં આવેલ છે. મહિલાઓને ઘરેલુ હિંસા સહિતની વિવિધ પ્રકારની હિંસા તેમજ મુશ્કેલીની બાબતમાં તાત્કાલિક ધોરણે બચાવ અને સલાહ-માર્ગદર્શન ઉપરાંત મહિલાલક્ષી યોજનાઓની જાણકારી મળી રહે તે માટે ‘મહિલા હેલ્પલાઈન' ની સુવિધાની ઉપલબ્ધીની આવશ્યકતા જણાતા ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ, ગળહ વિભાગ, રાજ્ય મહિલા આયોગ અને GVK EMRI દ્વારા સંકલિત રીતે ૮ માર્ચ ૨૦૧૫ ને આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના રોજ રાજ્યવ્યાપી ‘૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઈન' શરુ કરવામાં આવી હતી.
રાજ્ય સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા મહિલાઓની સલામતી અને સુરક્ષા માટે સમગ્ર દેશમાં ગુજરાત એ આગવી પહેલ કરનાર પ્રથમ રાજ્ય બન્યું છે, જેમાં ૧૮૧ મહિલા હેલ્પલાઇન હેઠળ કુલ ૫૯ રેસ્કયુવાનનો કાફલો ૨૪×૭ મહિલાઓની સલામતી અને સુરક્ષાની કામગીરીમાં કાર્યાન્વિત રહેશે.
માત્ર ૧૦ વર્ષનાં ટુંકા સમય ગાળામાં જ ૧૬૧૬૮૪૪ થી વધારે મહિલાઓને જરૂરિયાત મુજબ સલાહ, બચાવ, માર્ગદર્શન પુરું પાડવામાં આવ્યું છે. તેમજ તાકીદની પરીસ્થિતિમાં ઘટના સ્થળ ઉપર અભયમ રેસકયુવાન સાથે કાઉન્સિલર જઇ ને ૩૨૪૪૦૧ જેટલા મહિલાને મદદ પુરી પાડેલ છે. ગંભીરપ્રકારના કિસ્સામાં ઘટના સ્થળ ઉપર જઈને રેસકયું વાન દ્વારા રેસકયું કરીને લાંબાગાળાના કાઉન્સિલિંગ માટે સરકારની અન્ય સંસ્થાઓ સુધી પહોચાડવામાં આવેલ હતા. જેમાં ગીર સોમનાથ જિલ્લામાં એક ૧૮૧ રેસ્કયુ વાન કાર્યરત છે. ૧૦ વર્ષની સફળ કામગીરી દરમ્યાન ૧૮૧ અભયમ મહિલા હેલ્પ લાઈન દ્વારા ગીર સોમનાથ જિલ્લામાં કુલ ૨૫૨૬૫ જેટલા કિસ્સામાં મહિલાઓને જરૂરિયાત મુજબ સલાહ,બચાવ અને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું તેમજ ૫૪૫૧ મહિલાઓને ધટના સ્થળ પર જઈ મદદ પૂરી પાડવામાં આવી છે. વર્ષ ૨૦૨૪માં ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇન દ્વારા ગીર સોમનાથ જિલ્લામાં કુલ ૭૦૫ જેટલા કિસ્સામાં મહિલાઓને તાકીદ પરિસ્થિતિમાં ધટના સ્થળ ઉપર ૧૮૧ અભયમ રેસ્કયુવાન સાથે કાઉન્સેલર સહિતની ટીમ જઈ ને મદદ પૂરી પાડેલ છે. જેમાં કુશળ કાઉન્સેલિંગ દ્વારા ૫૧૪ જેટલા કિસ્સામાં સ્થળ પર જ સમાધાનકારી નિરાકરણ લાવવામાં સફળતા મળેલ તેમજ ૧૬૭ જેટલા કિસ્સામાં ગંભીર પ્રકારની સમસ્યા જણાતા પીડિતાને આગળની કાર્યવાહી માટે પોલીસ સ્ટેશન મહિલા સહાયતા કેન્દ્ર જિલ્લા કાનૂની સેવા મંડળ ઓ.એસ.સી. વગેરે સંસ્થાઓ સુધી લઈ જઈને ન્યાય અપાવવામાં પ્રયત્નો કરવામાં આવેલ. ૧૬ જેટલા કિસ્સાઓમા ઘરેથી કોઈ કારણોસર નીકળી ગયા હોય કે વળધ્ધ અવસ્થાના કારણે ઘરેથી ભૂલા પડેલા હોય તેવા કિસ્સાઓમાં ૧૮૧ ટીમના કુશળ કાઉન્સેલિંગ અને સુજબૂજ થી તેઓના પરિવાર સુધી પહોંચાડવાની ઉમદા કામગીરી કરવામાં આવેલ.
(12:19 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
