News of Monday, 10th March 2025
મણીપુર હાબરડી ગામે થયેલ ખૂનના ગુનાનો ભેદ ઉકેલાયોઃ દેવભુમિ દ્વારકાની એલસીબી ટીમે આરોપીને ઝડપી લીધો

(મુંકુંદ બદિયાણી દ્વારા) જામનગરઃ મણીપુર હાબરડી ગામે થયેલ ખુનના વણશોધાયેલ ગુનાનો ભેદ ઉકેલી આરોપીને એલ.સી.બી. દેવભૂમિ દ્વારકા દ્વારા પકડી પાડવામાં આવ્યો હતો.
ફરીયાદી ભેનીબેન વા/ઓ દેવશીભાઇ કરમુર ઉ.વ.૬૦ રહે. મણીપુર હાબરડી ગામ તા.કલ્યાણપુર વાળાએ આજરોજ તા.૦૯/૦૩/૨૦૨૫ ના રોજ પોતાની ફરીયાદ જાહેર કરેલ કે તેના દિકરા વિરાભાઇ દેવસીભાઇ કરમુર રાત્રીના તેના મકાનની પાછળ ખેતરમાં ખાટલા ઉપર સુતો હતો ત્યારે કોઇ અજાણ્યા માણસ / માણસોએ તેનુ કોઇપણ કારણસર કોઇ પણ રીતે ગળુ દબાવી મોત નિપજાવી ગુન્હો કરતા કલ્યાણપુર પોલીસ સ્ટેશન પાર્ટ એ ગુ.ર.ન. ૧૧૧૮૫૦૦૩૨૫૦૨૪૦/૨૦૨૫ બી.એન.એસ. એક્ટ કલમ ૧૦૩(૧) મુજબનો ગુન્હો રજી. થયેલ.
રાજકોટ વિભાગના મહે.પોલીસ મહાનિરીક્ષક શ્રી અશોકકુમાર યાદવ તથા દેવભૂમિ દ્વારકા જીલ્લાના પોલીસ અધિક્ષક શ્રી નિતેશ પાંડેય નાઓએ ઉપરોકત ગુન્હાની નોંધ લઇ વણશોધાયેલ ગુન્હાને ડીટેક્ટ કરી આરોપી શોધી કાઢી પકડી પાડવા સુચના કરેલ હોય જે અનુસંધાને એલ.સી.બી.ના પોલીસ ઇન્સ શ્રી કે.કે.ગોહિલ નાઓની સુચના અને માર્ગદર્શન મુજબ પોલીસ ઇન્સ.શ્રી એ.એલ.બારસીયા તથા પો.સ.ઇ.શ્રી બી.એમ.દેવમુરારી નાઓએ એલ.સી.બી.ની અલગ અલગ ટીમ બનાવી ગુન્હાવાળી સ્થાનિક જગ્યાની વિઝિટ કરી બનાવને લગત તમામ પાસાની જીણવટ ભરી રીતે ચકાસણી કરી આરોપીની શોધખોળ કરતા હતા
દરમ્યાન એલ.સી.બી. ટીમના HC દિનેશભાઇ માડમ તથા ASI મસરીભાઇ ભારવાડીયા તથા HC ખીમાભાઇ કરમુર નાઓને બાતમી હકીકત મળેલ કે, મરણ જનાર વિરાભાઇ દેવશીભાઈ કરમુરના ખુનના ગુન્હામાં તેના મોટાભાઇ અરજણભાઇ દેવશીભાઇ કરમુર તથા જશીબેન અરજણભાઇ કરમુર બંન્નેની સંડોવણી છે અને અરજણભાઇ તથા તેના પત્ની જશીબેન બેસણામાં નહીં જઈ જામ ખંભાળીયા તરફ જતા રહેલ છે તે ફકીકત અન્વયે હ્યુમન સોર્સ તથા ટેકનીકલ સોર્સથી તપાસ તજવીજ કરતા મજકુર ઇસમ તથા તેની પત્નીની ફીલચાલ શંકાસ્પદ જણાતા મજકુર ઇસમને ખંભાળીયા ખાતેથી શોધી કાઢી પુછપરછ અર્થે એલ.સી.બી કચેરી જામ ખંભાળીયા ખાતે લાવી મજકુર અરજણભાઇ દેવશીભાઇ કરમુરની અલગ અલગ ટીમ વાઇઝ યુક્તિ પ્રયુક્તિથી ઉંડાણપુર્વક અને ઘનિષ્ટ પુછપરછ કરતા મજકુર ઇસમે જણાવેલ કે, બે વર્ષથી તેને તથા તેના નાનાભાઇ વિરાભાઇને અવાર નવાર ઝઘડા થતા હોય જેમાં તેનો ભાઇ મકાને આવી તેને તથા તેના પત્નિ તથા તેની દિકરીને મનફાવે તેમ ભુંડી ગાળો આપતો હોય અને જાનથી મારી નાખવાની ધમકી આપતો હતો. છેલ્લા ચાર દિવસથી રોજ ઝઘડો કરવા માટે વાડીએ આવતો હોય અને બદનામ કરતો હતો જેથી મજકુર ઇસમ અરજણભાઇ કરમુર તથા તેના પત્ની જશીબેન બંન્નેએ તેને મારી જ નાખવો છે તેમ નક્કી કરી ગઇ તા.૦૭/૦૩/૨૦૨૫ રાત્રીના આશરે એકાદ-બે વાગ્યે પોતાના રહેણાંક મકાનેથી ચાલીને તેના નાનાભાઇ વિરાભાઇની વાડીએ ગયેલ હતા અને ત્યાં વિરાભાઇ તેના મકાનની પાછળ ખાટલા પર સુતા હતા ત્યારે બંન્નેએ મળીને ખાટલા પર જ તેનુ ગળુ બદાવી મોત નિપજાવેલ હતુ. જેથી આરોપીને પીઆઇ એ.એલ.બારસીયા નાઓએ ધોરણસર અટક કરી આગળની કાર્યવાહી અર્થે કલ્યાણપુર પોલીસ સ્ટેશન ખાતે સોપી આપી વણશોધાયેલ મર્ડરના ગુન્હાનો ભેદ ઉકેલી પ્રસંશનીય કામગીરી કરેલ છે.
પકડાયેલ આરોપીઓના નામ
(૧)અરજણભાઇ સ/ઓ દેવશીભાઇ નારણભાઇ કરમુર ઉ.વ.૪૨ ધંધો-ખેતી રહે. મણીપુર હાબરડી ગામ, જુની વાડી વિસ્તાર, બાવીસીયુ આઇ માતાજીના મંદિર પાસે તા.કલ્યાણપુર
કામગીરી કરનાર ટીમ
આ કાર્યવાહી એલ.સી.બી. PI શ્રી કે.કે.ગોહિલ નાઓની સુચના મુજબ PI શ્રી એ.એલ.બારસીયા, PSIશ્રી બી.એમ.દેવમુરારી, શ્રી એસ.વી.કાંબલિયા તથા ASI અરજણભાઇ ચંદ્રાવડીયા, મસરીભાઇ ભારવાડીયા, જેશલસિંહ જાડેજા, ભરતભાઇ ચાવડા, ડાડુભાઇ જોગલ, સજુભા જાડેજા, નરશીભાઇ સોનગરા, HC લાખાભાઇ પિંડારીયા, દિનેશભાઇ માડમ, ખીમાભાઇ કરમુર, હસમુખભાઇ કટારા WHC પુરીબેન સરઠીયા PC પ્રવિણભાઇ માડમ તથા કલ્યાણપુર પો.સ્ટે.ના પો.સ.ઇ.શ્રી યુ.બી.અખેડ તથા સર્વેલન્સ સ્ટાફ નાઓ જોડાયા હતા
(1:38 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
