<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 10th March 2025

ચોટીલા કોર્ટમાં સરકારી વકીલને સોંપાયેલા ચાર્જ સામે

ચોટીલા બારનો વિરોધઃ વકીલો મહત્‍વની કામગીરીથી અળગા

ચોટીલા, તા. ૧૦:  તાજેતરમાં ચોટીલા ન્‍યાયાલયમાં સરકારી વકિલ તરીકે જેઓને ચાર્જ સોપાયેલ છે તેમની સામે વિરોધમાં મહત્‍વનાં કેસની કામગીરી થી અળગા રહેવાનો ઠરાવ કરી તેઓની નિમણૂંક રદ કરવાની માંગ કરતા ચકચાર જાગી છે. ચોટીલા કોર્ટમાં સરકારી વકીલ તરીકે ચાર્જમાં મુકાતા વિરોધ વ્‍યક્‍ત કરવામાં આવતા બાર એસોસીએશન દ્વારા તેઓની નિમણૂકનો વિરોધ કરી રદ કરવાની માંગ કરી હતી

અગાઉ ચોટીલા ખાતે ફરજ બજાવતા તે સમયે તેઓનું સ્‍ટાફ અને બાર સાથે વર્તનની રાવ સાથે અનેક પ્રકારની રજૂઆત થયેલ હતી. જે સંદર્ભે વર્તણૂક સંબંધે પ્રોસીડીંગ્‍ઝ કરવામા આવતા હતા અને ચોટીલા બાર એસોસીએશને લેખિત ઠરાવ કરી નિમણૂંક રદ કરવાની માંગ કરી છે.

(2:10 PM IST)