<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 10th March 2025

બીલખાના નવાગામમાં રાજકોટના યુવાન પર 2 શખ્સનો હુમલો, ઇકોનો કાચ તોડી નાખ્યો

પરિવાર સાથે નિવેદ કરવા ગયા હતા ત્યારે બબાલ કરી

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા. 10 : બીલખાના નવાગામમાં રાજકોટના યુવાન પર 2 શખ્સે હુમલો કરી ઇકોનો કાચ તોડી નાખ્યો હોવાની ફરિયાદ થતા પોલીસે તપાસ હાથ ધરી હતી.

રાજકોટમાં 150 ફુટ રીંગ રોડ ફોર્સ્યુન હોટલ પાસે સરસ્વતી નગર મેઇન રોડ પર રહેતા 28 વર્ષના અશોકભાઈ હસમુખભાઈ ઝાલા ગઈકાલે બપોરે બીલખાના નવાગામમાં તેમની વાડીએ માતાજીના નીવેદ કરવા માટે પરિવાર સહીત આવ્યા હતા.

તે વખતે યુવાનના પત્ની નિવેદ બનાવતા હતા ત્યારે આરોપી અશ્વીનભાઇ તથા તેનો ભાઇ હરેશએ આવી યુવાનને કેમ તમો જ્યારે અહી નીવેદ કરવા આવો ત્યારે અમારૂ શાકભાજી અવાર નવાર લઇ જાવ છો તેમ કહી  બોલચાલી ઝગડો કરી ગાળો કાઢી ઢીકા પાટુનો મુઢ માર માર્યો હતો.

તેમજ માથાના ભાગે ખપારીનો ઘા મારી ઇજા પહોંચાડી ઇકો ગાડીનો કાચ તોડી નાખ્યો હતો. આ બનાવ અંગેની ફરિયાદના આધારે બીલખા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

 

(3:37 PM IST)