<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 11th March 2025

ઉપલેટાના મુરખડા ગામ પાસે દરોડો : રૂા. ર.પ૮ લાખના વિદેશી દારૂ ભરેલી ક્રેટા કાર કબ્‍જે

રૂરલ એલસીબીના પીઆઇ વી.વી.ઓડેદરાની ટીમની કામગીરીઃ હેડ કોન્‍સ. દિવ્‍યેશભાઇ સુવા, નિલેશભાઇ ડાંગર, રાજુભાઇ સાંખડા, હરેશભાઇ પરમાર અને મીરલભાઇની બાતમીઃ દારૂનો જથ્‍થો અને કાર મળી રૂા.૧૦.પ૮ લાખનો મુદામાલ કબ્‍જે

રાજકોટ, તા., ૧૧: ઉપલેટાના મુરખાડા ગામ પાસે રૂરલ એલસીબીની ટીમે બાતમીના આધારે મુરખડા ગામ પાસે દરોડો પાડી રૂા. ર.પ૮ લાખના વિદેશી દારૂ ભરેલી ક્રેટા કાર કબ્‍જે કરી હતી.

મળતી વિગત મુજબ મુખરડા ગામ પાસે વિદેશી દારૂ ભરેલી ક્રેટા કાર ઉભી હોવાની રુરલ એલસીબીના હેડ કોન્‍સ. દિવ્‍યેશભાઇ સુવ, નિલેશભાઇ ડાંગર, રાજુભાઇ સાંબડા, હરેશભાઇ પરમાર અને મીરલભાઇ ચંદ્રવાડીયાને બાતમી મળતા મુરખડા ગામ પાસે દરોડો પાડી જીજે ૧૧ બીએચ ૯૩૦૭ નંબરની ક્રેટા કારમાંથી રૂા. ર,પ૮,૬૩૬ની કિંમતની વિદેશી દારૂની ૪ર૦ બોટલ મળી આવતા પોલીસ વિદેશી દારૂનો જથ્‍થો મળી રૂા. ૧૦,પ૮,૬૩૬ નો મુદામાલ કબ્‍જે કરી બુટલેગરની શોધખોળ હાથ ધરી છે. આ કામગીરી રૂરલ એલસીબીના પીઆઇ વી.વી.ઓડેદરાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ એચ.સી.ગોહીલ, એએસઆઇ અનીલભાઇ બડકોદીયા, બાલકૃષ્‍ણભાઇ ત્રિવેદી, હેડ કોન્‍સ. દિવ્‍યેશભાઇ સુવા,  નિલેશભાઇ ડાંગર, રાજુભાઇ સાંબડા, હરેશભાઇ પરમાર, શકિતસિંહ જાડેજા, અરવિંદસિંહ જાડેજા, કૌશીકભાઇ જોશી, કોન્‍સ. મીરલભાઇ ચંદ્રવાડીયા, કોન્‍સ. અબ્‍દુલભાઇ શેખ દ્વારા કરવામાં આવી હતી.

(11:38 AM IST)