<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 11th March 2025

ગોહિલવાડના યુવાધનને મોટો ફાયદો મળશે :રાજ્ય સરકાર ભાવનગરમાં સ્પીપા સેન્ટર શરૂ કરશે :વિધાનસભામાં જાહેરાત

ભાવનગર સાંસદ અને કેન્દ્રિય મંત્રી નિમુબેન બાંભણીયાના પ્રયત્નોથી ભાવનગરને સ્પીપાનું પ્રાદેશિક તાલીમ કેન્દ્ર મળ્યું

ભાવનગરમાં રાજ્ય સરકાર દ્વારા સ્પીપાનુ સેન્ટર શરૂ કરવાની વિધાનસભામાં જાહેરાત કરાઈ છે. ભાવનગર સાંસદ અને કેન્દ્રિય મંત્રી નિમુબેન બાંભણીયાના પ્રયત્નોથી ભાવનગરને સ્પીપાનું પ્રાદેશિક તાલીમ કેન્દ્ર મળ્યું છે.  

 ભાવનગર અને આજુબાજુના જિલ્લાના હોશિયાર વિદ્યાર્થીઓ માત્ર આઈએએસ, આઇપીએસ જેવી પરીક્ષાઓ માટે ભાવનગરમાજ આવી પરીક્ષાઓની તૈયારીઓ કરી શકશે, ભાવનગરના યુવાધન ને ખૂબ મોટો ફાયદો થશે. કેન્દ્રિયમંત્રી નિમુબેને પોતાની રજુઆતનો અમલ કરવા બદલ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ  પટેલનો આભાર માન્યો છે. વિધાનસભામાં ઋષિકેશ પટેલ દ્વારા ભાવનગરમાં નવા પ્રાદેશિક તાલીમ કેન્દ્ર બનાવાશેની જાહેરાત કરાઈ છે.

(9:13 PM IST)