News of Wednesday, 12th March 2025
કચ્છના બેલા ગામે મોબાઇલ ગેમના કારણે ૧૩ વર્ષના પ્રવીણ રાઠોડની ગળું કાપી હત્યાઃ ૩ સગીર મિત્રો શંકાના દાયરામાં
હત્યાની ઘટના છુપાવવા લાશ તળાવના ચાલતા કામમાં ફેંકી દીધી, સ્કૂલમાં સાથે ભણતાં મિત્રોનો પોઈન્ટ બાબતે ડખ્ખો થયો હોવાનું પ્રાથમિક કારણ, પોલીસ તપાસનો ધમધમાટ

(વિનોદ ગાલા દ્વારા) ભુજ, તા.૧૨: નાની વયે મોબાઇલનું અને મોબાઇલ ગેમનું એડિક્શન (વળગણ) હવે નાના નાના ગામો સુધી વિસ્તરી ચૂકયું છે એટલું જ નહીં પણ હવે ગેમ બાબતે થતા વિવાદ ઝગડા જીવ માટે જોખમનું કારણ પણ બની રહ્યા છે. કચ્છના રાપર તા.ના બેલા ગામે ૧૩ વર્ષના સગીર કિશોરની ગળું કાપીને કરાયેલ કરપીણ હત્યાના બનાવે ચકચાર સર્જી છે. પ્રવીણ નામેરી રાઠોડ નામના સગીર વયના કિશોરની લાશ બિલેશ્વર મહાદેવ મંદિર પાસે તળાવ નજીક પડી હોવાના સમાચારે ગામમાં સનસનાટી સર્જી હતી. દરમ્યાન લાશ મળી આવી એ સ્થળે ગ્રામજનો અને પોલીસ પહોંચી હતી અને પીએમ કરવા માટેની કામગીરી હાથ ધરી હતી. દરમ્યાન ગળું કાપી અને ઉપરાઉપર છરીના ઘા ઝીંકી કરાયેલ હત્યા છુપાવવા લાશને તળાવમાં ફેંકી દેવાઈ હતી. જોકે, તળાવનું કામ ચાલી રહ્યું હોઈ ટ્રેકટર ચાલકે લાશ જોઈ અને ગામ લોકોને જાણ કરી હતી. ૬ ઠા ધોરણમાં ભણતા મળતક સગીરની હત્યા મોબાઈલ ગેમની રમતના પોઈન્ટ માટે થયેલ માથાકૂટમાં કરાઈ હોવાનું કારણ સામે આવ્યું છે. પ્રાથમિક કારણમાં તેના સગીર વયના ત્રણ મિત્રોએ શંકાના દાયરામાં છે. પોલીસે મળતકના પરિવારજનોની પૂછપરછ અને ગ્રામજનોની પૂછપરછ સાથે વધુ તપાસ હાથ ધરી છે
(4:05 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
