News of Wednesday, 12th March 2025
ઓખા શ્રી સર્વોદય મહિલા ઉદ્યોગ મંડળ દ્વારા ‘વિશ્વ મહિલા' દિવસની ઉજવણી

મીઠાપુર-ઓખા શ્રી સર્વોદય મહિલા ઉદ્યોગ મંડળ ઓખા દ્વારા ૫૧ માં ‘વિશ્વ મહિલા' દિવસ ની ઉજવણી કરવામાં આવી.આ તકે શ્રી સર્વોદય મહિલા ઉદ્યોગ મંડળ ના પૂર્વ પ્રમુખ ડો. પુષ્પાબેન સોમૈયા ના અધ્યક્ષ સ્થાને કાર્યક્રમ કરવામાં આવેલ. જેમાં ઓખાની જાગ્રત અને શ્રી સર્વોદય મહિલા ઉદ્યોગ મંડળ સંસ્થાના સમાજિક માળખા સાથે જોડાયેલી મહિલાઓના સન્માન કરવામાં આવેલ. આ કાર્યક્રમ ની શરૂઆત નાની દીકરીઓને દીકરાઓના હસ્તે દીપ પ્રાગટયા કરવામાં આવેલ. આ તકે તમામ મહિલાઓ એ સરકાર શ્રી ને ખોળો ધરીને વિનંતી કરવામાં આવેલ કે જે ટીવી, મોબાઈલ જેવા માધ્યમથી જે અશ્લીલ વીડિયો મૂકવામાં આવે છે જેની ભાવિ પેઢીઓ દીકરી તથા દીકરાઓ બંને પર અસર થાય છે જે બંધ કરવામાં આવે જેથી બળાત્કાર કે છેડતી ના કિસ્સા થાય છે જે બંધ થાય. તેમજ અન્ય મહિલાઓ તથા દીકરીઓને લગતા અન્ય પ્રશ્ન પર પણ ચર્ચા કરવામાં આવી જેવા કે લિંગ ભેદ નું મુખ્ય કારણ કુટુંબમાં થી થાય છે. સરકાર દ્વારા બાળ વિવાહ મુક્ત ભારત આ કાર્યક્રમમાં જોડાયેલ છે જેને રોકવા એક સાથે તમામ બહેનોએ પ્રતિજ્ઞા લીધી કે અમારી આસપાસ આવા કોઈ બાળ લગ્ન થતા હશે તો તુરંત પોલીસ ને જાણ કરી રોકવામાં આવશે. આ તકે શ્રી સર્વોદય મહિલા ઉદ્યોગ મંડળ ઓખા ના પૂર્વ પ્રમુખ ડો. પુષ્પાબેન સોમૈયા, શ્રી સર્વોદય મહિલા ઉદ્યોગ મંડળ ઓખા ના પ્રમુખ શ્રીમતી સોનલબેન પીઠીયા તેમજ શ્રી સર્વોદય મહિલા ઉદ્યોગ મંડળ ના તમામ કારોબારી સભ્યો તેમજ સ્ટાફ હાજર રહ્યા. આ સમગ્ર કાર્યક્રમ ને સફળ બનાવવા શ્રી સર્વોદય મહિલા ઉદ્યોગ મંડળ એ જહેમત ઉઠાવી હતી.(તસ્વીર-અહેવાલઃ દિવ્યેશ જટણીયા-મીઠાપુર)(૬.ે૪)
(10:27 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
