News of Wednesday, 12th March 2025
અમરેલીના અમરાપુર પાસે બાઇક સ્લીપ થતાં એમપીના યુવાન માનસિંગનું મોત
માંગવાપાળ ગામે રહી ખેત મજૂરી કરતો હતોઃ રાજકોટમાં દમ તોડયો

રાજકોટ તા. ૧૨: અમરેલીના અમરાપુર નજીક મોટરસાઇકલ સ્લીપ થઇ જતાં હાલ અમરેલીના માંગવા૫ાળ ગામે રહેતાં યુવાનનું મોત થયું હતું.
જાણવા મળ્યા મુજબ માંગવાપાળ ગામે ભરતભાઇની વાડીમાં પરિવાર સાથે રહી મજૂરી કરતો મુળ મધ્યપ્રદેશનો માનસીંગ સુરસીંગ સપના (ઉ.વ.૪૦) નામનો યુવાન ગઇકાલે સવારે આઠેક વાગ્યે મોટરસાઇકલ હંકારી નજીકના અમરાપર ગામે કામ માટે ગયો હતો. ત્યાંથી પરત માંગવાપાળ ગામે વાડીએ જતો હતો ત્યારે અમરાપુર પાસે જ તેનું વાહન સ્લીપ થઇ જતાં ગંભીર ઇજા થતાં અમરેલી સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. પરંતુ અહિ આજે સવારે દમ તોડી દેતાં પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો. હોસ્પિટલ ચોકીના રામશીભાઇ વરૂ, ચંદ્રસિંહ, ધર્મેન્દ્રભાઇ, ભાવેશભાઇ, તોૈફિકભાઇએ વડીયા પોલીસને જાણ કરી હતી. મૃત્યુ પામનાર માનસીંગને એક દિકરી અને ત્રણ દિકરા છે. પોતે બે ભાઇમાં નાનો હતો. આ બનાવથી મજૂર પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો.
(10:50 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
