<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 12th March 2025

કાલે સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં હોલીકા દહનઃ શુક્રવારે દ્વારકામાં ફુલડોલ ઉત્‍સવ

હોળી-ધુળેટી પર્વ ઉજવવા લોકોમાં થનગનાટઃ અવનવી પીચકારી,રંગનુ માર્કેટમાં આગમન થતા ખરીદી માટે પડાપડી

રાજકોટ તા. ૧ર :.. રાજકોટ સહિત સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં કાલે હોલીકા દહન સાથે હોળી પર્વ ઉજવાશે. જયારે શુક્રવારે દ્વારકામાં શ્રી દ્વારકાધીશ ભગવાનના સાનિધ્‍યમાં ફુલડોલ ઉત્‍સવ સાથે સર્વત્ર રંગન પર્વ ધુળેટીની ઉજવણી થશે. અવનવી પીચકારી, રંગ સાથે ધુળેટી-હોળી-પર્વ ઉજવવા લોકોમાં થનગનાટ છે.

દ્વારકા

(વિનુભાઇ સામાણી દ્વારા) દ્વારકા : આગામી તા. ૧૪-૩-ર૦રપ ને શુક્રવાર ફાગણ સુદ ૧પ (પૂનમ)ના દિવસે શ્રી દ્વારકાધીશ મંદિરમાં ‘ફુલડોલ ઉત્‍સવ' ઉજવવામાં આવશે. તેથી શ્રીજીના દર્શનનો ક્રમ નીચે મુજબ રહેશે.

તા. ૧૪-૩-ર૦રપ ના ફુલડોલ ઉત્‍સવના દર્શનનો સમય શ્રીજીની મંગળા આરતી સવારે ૬ કલાકે, અનોસર (મંદિર બંધ) બપોરે ૧ કલાકે, ઉત્‍સવ આરતી બપોરે ૧-૩૦ કલાકે, ઉત્‍સવ દર્શન બપોરે ૧-૩૦ થી ર-૩૦ કલાક સુધી બપોરે ર-૩૦ થી પ મંદિર બંધ, સાંજે નિત્‍યક્રમ રહેશે. તેમ વહીવટદાર શ્રી દ્વારકાધીશ મંદિર, દ્વારકા અને નાયબ કલેકટરની યાદીમાં જણાવ્‍યું છે.

મોરબી

(પ્રવિણ વ્‍યાસ દ્વારા) મોરબી  :.. આગામી ૧૩ માર્ચના રોજ હોળી તથા ૧૪ માર્ચના રોજ ધૂળેટી તહેવાર આવતો હોય જેથી કાયદો અને વ્‍યવસ્‍થાની પરિસ્‍થિતિ કથળે નહી તેમજ અસામાજિક પ્રવળતી અટકાવવા અધિક જિલ્લા મેજીસ્‍ટ્રેટ એસ. જે. ખાચર દ્વારા જાહેરનામું બહાર પાડી જાહેર રસ્‍તાઓ ઉપર રંગો ઉડાડવા પર પ્રતિબંધ ફરમાવ્‍યો છે.

આ જાહેરનામા અનુસાર મોરબી જિલ્લાના સમગ્ર શહેરી તથા ગ્રામ્‍ય વિસ્‍તાર માટે તા. ૧૩-૦૩-૨૦૨૫ થી તા. ૧૪-૦૩-૨૦૨૫ સુધી કોઇપણ ઇસમ અથવા ઇસમોને જાહેર રસ્‍તાઓ ઉપર કોરા રંગ (પાવડર), રંગ મિશ્રિત પાણી, રંગ મિશ્રિત પાણી ભરેલા ફુગ્‍ગા, કાદવ, કેમિકલ યુક્‍ત રંગો અથવા તૈલી પદાર્થ કે તૈલી વસ્‍તુઓ અથવા તેવા કોઇ પણ ઙ્કકારના પ્રવાહીઓ રાહદારીઓ કે વાહન ચાલકો કે વાહન ઉપર ફેંકવા પર તથા તે માટેના સાધનો લઇ જાહેર રસ્‍તાઓ ઉપર દોડવા પર કે પોતાના હાથમાં રાખવા પર, કોઈને કે પોતાને ઈજા કે હાની થાય તેવી કોઈ પણ પ્રવળતિ કરવા પર તેમજ અન્‍ય કોમની લાગણી દુભાય તેવી રીતનું વર્તન કરવા પર પ્રતિબંધ ફરમાવ્‍યો છે. આ જાહેરનામાનો ભંગ અથવા ઉલ્લંઘન કરનાર શિક્ષાને પાત્ર થશે. (પ-૧૪)

 

(11:06 AM IST)