તા. ૪ ડિસેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ માગશર સુદ – ૧૫ ગુરૂવાર
News of Wednesday, 12th March 2025
હળવદના ઇસનપુર પાસે આઇઓસીની પાઇપ લાઇનમાં આગ ભભૂકતા દોડધામ
જો કે સલામતી અને સુરક્ષા માટે મોકડ્રીલ હોવાનું ખુલતા હાશકારો

(દિપક જાની દ્વારા) હળવદ : તા. ૧ર :.. તાલુકા ના ઇસનપુર ગામ નજીકથી ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ ના પヘમિી ક્ષેત્ર પાઇપલાઇન્સ વિરમગામ હેઠળની બાય ડાયરેક્શન ૧૬ ઈંચની પાઇપલાઇન પસાર થાય છે. કોયલી થી કંડલા સુધી વિવિધ પેટ્રોલિયમ પેદાશોનું વહન કરતી આ પાઇપલાઇનમાં લાઈન ચેકિંગ દરમિયાન લીકેજની સંભાવના જણાઈ હતી. જેથી આ બાબતે તાત્કાલિક ધોરણે સુપરવાઇઝર અને કન્સલ્ટ અધિકારીને જાણ કરવામાં આવી હતી. ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડના કર્મચારીઓએ ત્યાં પહોંચી સ્થળ નિરીક્ષણ કરી લીકેજ અંગે કંટ્રોલરૂમને જાણ કરી હતી. આ ઘટનાના આધારે ત્વરિત પગલાં લઈ આરસીપી ત્રણ અને આરસીપી ચારના વાલ્વ બંધ કરી પેટ્રોલિયમ પેદાશોનું વહન બંધ કરવામાં આવ્યું હતુ તથા અસરગ્રસ્ત વિસ્તારને બેરીકેટ કરી પ્રવેશ બંધી કરાવી મેન્ટેનન્સ ટીમને જાણ કરવામાં આવી હતી. મેન્ટેનન્સ ટીમે આવી સ્થળની તપાસ કરીને મોબાઈલ મેન્ટેનન્સ વાન ત્યાં તૈનાત કરવામાં આવી હતી. લીકેજ વધતા સ્થિતિ આઉટ ઓફ કંટ્રોલ થઈ જાય તેમ હોવાથી લીકેજ બંધ કરવાની પ્રક્રિયા હાથ ધરાઈ હતી જેના માટે નોન સ્પાર્કલ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
મોકડ્રીલ બાદ ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડના અધિકારીઓ દ્વારા ઉપસ્થિત ગ્રામજનો તેમજ શાળાના વિદ્યાર્થીઓ સહિત બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેલા લોકોને સલામતી અને સુરક્ષા બાબતે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. રિસ્પોન્સી ટીમ દ્વારા આ સમગ્ર પરિસ્થિતિ કેવી રીતે તાંબામાં લીધી તે માટેની માહિતી આપવામાં આવી હતી તેમજ જાગળતિ માટે કેલેન્ડરનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. મોક ડ્રિલમાં હળવદ મામલતદાર, આઈ.ઓ.સી.એલ વિરમગામના જનરલ મેનેજર મનોજ ગુપ્તા. ડાયરેક્ટર જનરલ મેનેજર આશિષ ગોખલે, મોરબી ડિઝાસ્ટર શાખાના કન્સલટન્ટ ધાર્મિક પુરોહિત, આઈ.ઓ.સી.એલના અન્ય સ્ટાફમાં ડી.આર. પાટસ્કર, પિયુષ મહેતા, અનિકેત કુમાર, એસ.એમ. કલીમ, ભાસ્કર જોશી, ગિરિરાજસિંહ ચૌહાણ તથા ગ્રામજનો અને શાળાના બાળકો અને શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા
(11:20 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
