<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 12th March 2025

સમસ્‍ત ડાંગર પરિવારના સુરાપુરા ડગાયચા દાદાની તિથિએ ભવ્‍ય મેળો

પીપરાળા ગામે સમસ્‍ત ડાંગર પરિવાર દ્વારા શ્રી ડગાયચા દાદાના સ્‍થાને બુધવારે ભવ્‍ય ધાર્મિક મહોત્‍સવનું આયોજન

(સંજય ડાંગર દ્વારા) ધ્રોલ, તા. ૧રઃ કચ્‍છની ધીંગીધરા પર આવેલા પાટણના સાંતલપુરના પીપરાળા રાધનપુર હાઈવે પાસે આવેલ સમસ્‍ત ડાંગર પરિવારના સુરાપુરા ડગાયચા દાદાના મંદિર ખાતે આવેલા તુણા ગામે ડાંગર પરીવારના પુર્વજ શ્રી ડગાયચા દાદા વર્ષો પહેલા પરચા આપીને અમર થઈ ગયા છે, માત્ર તેમની જમણી ભુજાએ સિધ્‍ધપુર પાટણ મધ્‍યે શ્રી રુદ્રાક્ષમાળા શીવ મંદિરનો ધ્‍વજ તથા શિખર ચડાવેલા હતા. ડગાયચા પીપરાળા મુકામે જયાં દર વર્ષે ધાર્મિક મેળાની ઉજવણી કરવામાં આવે છે. તેવામાં આ વર્ષે પણ આ સ્‍થળે તા. ૧૯/૩/૨૫ના રોજ સમસ્‍ત ડાંગર પરીવારજનો ધ્‍વારા શ્રી ડગાયચા દાદાના સ્‍થાનકે ધાર્મિક મહોત્‍સવનું આયોજન કરવામાં આવેલ છે.

પીપરાળા મુકામે શ્રી ડગાયચા દાદાના મંદિર ખાતે તા.૧૯/૩/૨૫ના બુધવારના રોજ ધાર્મિક મેળામાં  દરમ્‍યાન વહેલી સવારે ૭ કલાકે હવલ રાખવામાં આવેલ છે, અને બપોરે ૧૧ કલાકે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવેલ છે. સાજે મહાઆરતીનું રાખવામાં આવેલ છે. જયારે રાત્રીના સમયે લોકગીત અને રાસ ગરબાનું આયોજન કરવામાં આવેલ છે. જેમા કલાકારોમાં બાબુભાઈ આહિર, માલદેભાઈ આહીર, ધનશ્‍યામભાઈ ગુલા, ચંદ્રીકાબેન આહીર, જયોતિકાબેન, શાંતીબેન આહીર વગેરેના લોક ગીતોના સહારે રાસઉત્‍સવ અને લોકગીતોની રમઝટ બોલાવશે.

અત્રે ઉલ્લેખનીય છે કે પાટણ જીલ્લાના સાંતલપુરના પીપરાળા મુકામે શ્રી ડગાયચા દાદા વિકાસ ટ્રસ્‍ટ દ્વારા મંદિર નિમાર્ણનું કાર્ય હાલમાં પુર્ણતાના આરે હોય, ભવ્‍ય મંદિર નિર્માણ કરવામાં આવી રહયુ છે. અને ટ્રસ્‍ટ દ્વારા હાલમાં ૬ એકર જમીન ખરીદી કરીને ભોજનાલય તથા ઉતારા સહિતની વ્‍યવસ્‍થા ઉભી કરવામાં આવી રહી છે. ત્‍યારે સમસ્‍ત ડાંગર પરીવા૨જનોએ આ ધાર્મિક મેળામાં ઉપસ્‍થિત રહેવા માટે ટ્રસ્‍ટી  તુલશીભાઈ ડાંગર, અને રાજુભાઈ ડાંગર (રાજકોટ) વધુમાં વધુ લોકો આ ધાર્મિક કાર્યક્રમોમાં હાજરી આપે તેવી અપીલ કરવામાં આવી છે.

અત્રે એ ઉલ્લેખનીય છે કે દર વર્ષે આ જગ્‍યાએ ડાંગર પરિવારના સેંકડો લોકો સ્‍વયભું આ ધાર્મિક જગ્‍યાએ ઉમટી પડે છે અને રીતસરનું મેળાવડા જેવું વાતાવરણ ખડું થાય છે. પ્રતિ વર્ષ આવી રીતના આયોજનથી પરસ્‍પર સેવા અને સગઠન શક્‍તિ પણ મજબુત બનતી હોવાનું સમાજના અગ્રણી આગેવાનોનું કહેવું છે. આ ધાર્મિક આયોજનને સફળ બનાવવા ડાંગર પરિવારના નાના-મોટા અગ્રણીઓ, આગેવાનો અને કાર્યકરો ભારે જહેમત ઉઠાવી રહ્યા છે.

(11:37 AM IST)