<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 12th March 2025

ચોટીલા વિસ્‍તારમાં ડેપ્‍યુટી કલેકટરની સતત રેકી કરનારા ત્રણ શખ્‍સો ઝડપાયા બે કાર ખાલસા કરવાની કાર્યવાહી

 

(ફઝલ ચોૈહાણ દ્વારા) વઢવાણ, તા.૧૨: ચોટીલા ડેપ્‍યુટી કલેકટર મૂળી વિસ્‍તારમાં રાત્રે ચેકિંગમાં હતા ત્‍યારે ત્રણ શખ્‍સો કાર સાથે રેકી કરતા ઝડપી લઈ કાર જપ્ત કરી કાયમી ખાલસા કરવાની કાર્યવાહી હાથ ધરાઈ છે.

પ્રાપ્ત વિગતો અનુસાર ચોટીલા, મૂળી અને થાન વિસ્‍તારમાં ચોટીલા ડેપ્‍યુટી કલેકટર ગમે તે સમયે ચેકિંગમાં નીકળતા હોવાથી ખનીજ માફિયા દ્વારા એચ.ટી.મકવાણાનું સતત લોકેશન જોવા માટે અલગ અલગ કાર પીછો કરતી હોય છે. એવામાં ડેપ્‍યુટી કલેકટર રાત્રે મૂળી તાલુકાના સડલા, શેખપર અને ગૌતમગઢ સહિતના વિસ્‍તારમાં ચેકિંગમાં નીકળતા હતા.આ સમયે સ્‍વીફ્‌ટ કારમાંના શખ્‍સો વોટ્‍સઅપ અને મેસેજ દ્વારા લોકેશન મોકલતા હોવાનું જાણવા મળેલ ત્‍યારે કાર રોકી મોબાઈલ અને કાર સહિતનો રૂ. ૭.૧૨ લાખનો મુદામાલ જપ્ત કરી  થોડા દિવસ પહેલા  કાર સોપી દીધી હતી.બીજી તરફ રેકી કરતા ઝડપાયેલા પાર્થ વિનયકુમાર ભટ રહે. સુરેન્‍દ્રનગર, નકુમ શકિતસિહ મહિપતસિહ રહે. વઢવાણ અને રથવી ભરતસિહ રાયમલભાઈ રહે.લીમલી સહિતના ત્રણેય સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. બીજી તરફ રેકી કરતા ઝડપાયેલ આ સ્‍વીફ્‌ટ કાર અને અગાઉ હાઇવે ઉપરથી ઝડપાયેલ ક્રેટા સહિત બન્ને કાર ડેપ્‍યુટી કલેકટર દ્વારા રાજ્‍યસાત(શ્રી સરકાર કાયમી ખાલસા) કરવાની કાર્યવાહી હાથ ધરાઈ છે. આમ હવે રેકી કરનારી કાર કાયમી ખાલસા કરવાની કાર્યવાહી શરુ કરાતા ખનીજ માફિયાઓ ડેપ્‍યુટી ક્‍લેકટરની રેકી કરતા ભૂલી જશે.

ચોટીલા તાલુકાના આનંદપુર રોડ,નાની મોલડી શહિતના હાઈવે વિસ્‍તાર ઉપરથી ગેરકાયદેસર ખનીજ ચોરી ઝડપી લેવા માટે ચોટીલા ડેપ્‍યુટી કલેકટર એચ. ટી. મકવાણા દ્વારા રાત્રે  ચેકિંગ દરમ્‍યાન ગેરકાયદેસર સાદી રેતી ભરેલા ચાર ડમ્‍પર ઝડપી લીધા હતા. બીજી તરફ હાઈવે ઉપર ડેપ્‍યુટી કલેકટર દ્વારા ચેકિંગ શરુ કરાયાની જાણ થતા ડમ્‍પર ચાલકો બચવા માટે હાઈવેની સાઈડમાં ડમ્‍પર ખાલી કરી દેતા હોવાનું પણ સામે આવ્‍યું હતું. આમ એક સાથે ચાર ડમ્‍પર શહિત ૧.૩૩ કરોડ રૂપિયાની કિમતનો મુદામાલ જપ્ત કરતા ખનીજ માફિયાઓમાં ફ્‌ફ્‌ડાટ વ્‍યાપી ગયેલ છે.

(11:40 AM IST)