News of Wednesday, 12th March 2025
ચોટીલા હાઈવેની હોટલના લેડીઝ ટોયલેટમાંથી મૃત નવજાત શિશુ મળ્યુ

વઢવાણ, તા. ૧રઃ ચોટીલા હાઈવે અમદાવાદ તરફ જતા સાંગાણી ગામના પુલ પાસે હરેશભાઈ રણછોડભાઈ કાળોતરા શ્રીકળષ્ણ હોટલનું સંચાલન કરે છે. તેઓની હોટલ પર ખાનગી ટ્રાવેલ્સની બસો ચા-પાણી, નાસ્તો તેમજ જમવા માટે રોકાણ કરે છે. તેમાં સવારે ૬:૦૦ વાગ્યા પછી હોટલનો સફાઈ કામદાર ટોયલેટ સાફ કરવા જતા તેમાં લેડીઝ ટોયલેટમાં સફાઈ કરવા જતા ત્યાં નવજાત શિશુ પડેલું જોવા મળતા તેને હોટલ સંચાલક હરેશભાઈને જાણ કરતા પોલીસ હોટલ પર પહોંચી નવજાત શિશુને ચોટીલા સરકારી હોસ્પિટલ ખાતે લઈ જતા ફરજ પરના ડોક્ટરે શિશુને મળત જાહેર કર્યું હતું.
તેમાં કોઈ અજાણીસ્ત્રીએ નવજાત શિશુને જન્મ આપી જન્મતી વખતે અથવા જન્મ આપ્યા બાદ મળત્યુ પામેલ હોય તેનો હોટલના ટોયલેટમાં મૂકી જતા અજાણ્યા વાલી વિરુદ્ધ ચોટીલા પોલીસ સ્ટેશન ખાતે હરેશભાઈ રણછોડભાઈ કાળોતરાએ ફરિયાદ નોંધાવી હતી.(
(11:51 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
