<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 12th March 2025

રવિવારે જૂનાગઢ શ્રી સ્‍વામિનારાયણ મુખ્‍ય મંદિરે શ્રી હરિકૃષ્‍ણમહારાજનો પાટોત્‍સવ ઉજવાશે

મંગળા આરતી શણગાર અન્નકુટદર્શન સત્‍સંગસભા

(વિનુ જોશી દ્વારા) જૂનાગઢ તા.૧૨:  જૂનાગઢના જવાહર રોડ સ્‍થિત શ્રી સ્‍વામિનારાયણ મુખ્‍યમંદિર ખાતે આગામી તા.૧૬ માર્ચને રવિવારના રોજ શ્રી હરિકૃષ્‍ણ મહારાજનો ૧૬૫મો વાર્ષિક પાટોત્‍સવ ઉજવનાર છે.

ગરવા ગિરનારની ગોદમાં ભગવાન સ્‍વામિનારાયણના સ્‍વ હસ્‍તે પ્રસ્‍થાપિત અને સોરઠના સત્‍સંગીઓની આસ્‍થા ઉપાસના કેન્‍દ્ર સમાન સર્વોપરી તિર્થધામ જૂનાગઢમાં રાધારમણ દેવની સમીપે બિરાજમાન આરાધક ઇષ્‍ટદેવ શ્રી હરિકૃષ્‍ણ મહારાજની પ્રતિષ્‍ઠા વિધી શ્રી ગુણાતીતાનંદસ્‍વામી ના સંકલ્‍પ થી આદિ આચાર્ય પ.પૂ. રઘૂવીરજી મહારાજએ સંયુકત કરી તેને ૧૬૫ વર્ષ પૂર્ણિ થયે ૧૬૫મો વાર્ષિક પાટોત્‍સવ આચાર્ય રાકેશ પ્રસાદજી મહારાજના રૂડા આશિવાર્દ થી ફાગણવદ-૨ તા.૧૬ માર્ચ રવિવાર ના રોજ પૂ. સ્‍વામી દેવનંદનદાસજીના માર્ગદર્શન હેઠળ ધામધૂમથી પાટોત્‍સવ ઉજવાશે. મુખ્‍ય યજમાન પદે આનિ નાથજીભાઇ ઇચ્‍છારામના શુભાશિષ એવ અનિ. વસંતરાયકુંવરજી મહેતાની પુણ્‍ય સ્‍મૃતિમાં પાર્થ મિતેષ વસંતરાય મહેતા રહેશે.

આ પાટોત્‍સવ દરમ્‍યાન રવિવારે સવારે ૫.૩૦ કલાકે મંગળા આરતી ૬ કલાકે અભિષેક દર્શન સવારે ૮.૩૦ કલાકે શણગાર અન્નકૂટ દર્શન અને ૯ કલાકે જૂનાગઢ  વડતાલ ગઢડા ઘોલેરા અમમદાવાદ ભુજથી સદગુરૂ સંતો ઉપસ્‍થિત રહી આર્શિવચન આપશે. આ કાર્યક્રમને સફળ બનાવવા ટ્રસ્‍ટી બાર્ડના ચેરમેન પુરૂષોતમ પ્રકાશદાસજી (પીપીસ્‍વામી) મુખ્‍ય કોઠારી પ્રેમસ્‍વરૂપદાસજી  બળવંતભાઇધામી નટુભાઇ બોરીસાગર અને સમગ્ર ટ્રસ્‍ટી હેઠઇ અને સંતો હરિભકતો જહેમત ઉઠાવી રહ્યા છે.

 

(1:42 PM IST)