News of Wednesday, 12th March 2025
ફૂલડોલ ઉત્સવને "ઝીરો વેસ્ટ" બનાવવાના સંકલ્પને ચરિતાર્થ કરવા જિલ્લા વહીવટી તંત્ર સાથે વિવિધ ઔધોગિક એકમો ખડેપગે
દેવભૂમિ દ્વારકા કલેકટર રાજેશ તન્નાના માર્ગદર્શન હેઠળ વહીવટી તંત્ર અને ઔધોગિક એકમોના સંયુક્ત ઉપક્રમે સફાઈ અભિયાન કામગીરી પુરજોશમાં

(કૌશલ સવજાણી દ્વારા)ખંભાળિયા તા.૧૨ : યાત્રાધામ દ્વારકામાં દ્વારકાધીશ મંદિર ખાતે ફૂલડોલ ઉત્સવ ઉજવવા માટે શ્રદ્ધાળુઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. બહોળી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પગપાળા ભગવાનશ્રી દ્વારકાધીશ સંગ હોળી મનાવવા માટે જઈ રહ્યા છે. ત્યારે રસ્તામાં સામાજિક સંસ્થાઓ, એન.જી.ઓ, જિલ્લા પોલીસ સહિતના દ્વારા વિવિધ સેવા કૅમ્પો ઉભા કરવામાં આવ્યા હતાં.
પદયાત્રીઓને કોઈપણ પ્રકારની અગવડતા ન પડે તેની તકેદારી સૌ કોઈ દ્વારા લેવામાં આવી છે. ત્યારે જિલ્લા કલેકટર રાજેશ તન્નાના માર્ગદર્શન હેઠળ જિલ્લા વહીવટી તંત્ર તેમજ વિવિધ ઔધોગિક એકમો ના સહયોગથી ફૂલડોલ ઉત્સવની પદયાત્રાને "ઝીરો વેસ્ટ"ના સંકલ્પ સાથે પૂર્ણ કરવા તેમજ રસ્તાઓ પર કોઈ પણ પ્રકારના કચરો ન રહે તે માટે ભારે જહેમત ઉઠાવવામાં આવી રહી છે. પદયાત્રીઓને વિવિધ સેવાઓ સાથે સ્વચ્છ પર્યાવરણ મળે તેમજ પર્યાવરણનું સંરક્ષણ થાય તે માટે વિવિધ ઉદ્યોગો, નગરપાલિકા, ગ્રામ પંચાયતના સફાઈ કર્મચારીઓ સખત પરિશ્રમ કરી રહ્યા છે.
(2:17 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
