હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
યુએસ કોંગ્રેસમાં બહુમતીનું ગણિત 9:53 AM

પોરબંદર,તા.૧૨ : જિલ્લામાં પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના અંતર્ગત છેલ્લા બે વર્ષમાં ૩,૪૪,૫૨૪ લાભાર્થીઓને કુલ મળીને ૪૧૦૬૭.૭૩ ટન અનાજનું વિતરણ કરવામાં આવ્યું હતું તેમ વિધાનસભામાં ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયાએ પુછેલ પ્રશ્નના જવાબમાં અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ વિગતો રજુ કરી હતી. મંત્રી કુંવરજીભાઇએ જણાવેલ કે પોરબંદર જિલ્લામાં ૬,૫૦,૬૬૦ રાશન કાર્ડ ધારકો પૈકી અત્યારે ૩,૪૪,૫૨૪ રાશનકાર્ડ ધારકોને પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના અંતર્ગત અનાજનું વિતરણ કરવામાં આવી રહ્યું છે જેમાં પોરબંદર શહેરમાં ૨,૫૦,૩૬૦, પોરબંદર ગ્રામ્યમાં ૧,૮૫,૯૫૧, રાણાવાવ તાલુકામાં ૧,૨૩,૧૮૪ અને કુતિયાણા તાલુકામાં ૯૧,૧૬૫ મળીને પોરબંદર જિલ્લામાં કુલ ૬,૫૦,૬૬૦ રેશનકાર્ડ ધારકોનો સમાવેશ થાય છે.
પોરબંદર જિલ્લામાં ૬,૫૦,૬૬૦ રાશન કાર્ડ ધારકો પૈકી અત્યારે ૩,૪૪,૫૨૪ રાશનકાર્ડ ધારકોને પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના અંતર્ગત અનાજનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. છેલ્લા બે વર્ષમાં પોરબંદર જિલ્લામાં કુલ મળીને ૪૧૦૬૭.૭૩ ટન અનાજનું વિતરણ કરવામાં આવ્યું છે. આ અંગે આજે વિધાનસભામાં માનનીય ધારાસભ્ય શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા દ્વારા પુછવામાં આવેલ પ્રશ્નના જવાબમાં અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા મંત્રી માનનીય શ્રી કુંવરજીભાઈ બાવળિયાએ વિગતો રજુ કરી હતી. આ અંગ માહિતી આપતા માનનીય ધારાસભ્ય શ્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ જણાવ્યું હતું કે માનનીય મંત્રીશ્રી એ આજે વિધાનસભામાં આપેલ જવાબ મુજબ પોરબંદર જિલ્લામાં કુલ ૬,૫૦,૬૬૦ રેશનકાર્ડ ધારકો છે, જે પૈકી પોરબંદર શહેરમાં ૨,૫૦,૩૬૦, પોરબંદર ગ્રામ્યમાં ૧,૮૫,૯૫૧, રાણાવાવ તાલુકામાં ૧,૨૩,૧૮૪ અને કુતિયાણા તાલુકામાં ૯૧,૧૬૫ રાશનકાર્ડ ધારકો આવેલ છે.
અર્જુનભાઈ મોઢવાડિયા વધુમાં ઉમેર્યુ હતું કે પોરબંદર જિલ્લામાં કુલ ૬,૫૦,૬૬૦ રેશનકાર્ડ ધારકો પૈકી ૩,૪૪,૫૨૪ રેશનકાર્ડ ધારકોને પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ આવરી લેવામાં આવેલ છે. જેમાં પોરબંદર શહેરના ૧,૦૦,૩૨૪ રાશનકાર્ડ ધારકો, પોરબંદર ગ્રામ્યના ૧,૦૪,૨૬૦ રેશનકાર્ડ ધારકો, રાણાવાવ તાલુકાના ૭૭,૦૪૮ રેશનકાર્ડ ધારકો, કુતિયાણા તાલુકાના ૬૨,૮૭૪ રેશનકાર્ડ ધારકોને પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ લાભ મળી રહ્યો છે. અર્જુનભાઈ મોઢવાડિયાએ ઉમેર્યુ હતું કે પોરબંદર જિલ્લમાં પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ વર્ષ ૨૦૨૩ માં ૮૫૦૫.૮૬ ટન ઘઉં, ૧૦૯૮૦.૮૧ ટન ચોખા, ૬૭૧.૨૪ ટન બરછટ અનાજ મળીને કુલ ૨૦૧૫૭.૯૦ ટન અનાજનું વિતરણ કરવામાં આવ્યું છે. જે પૈકી પોરબંદર શહેરમાં ૨૪૩૬.૦૫ ટન ઘઉં, ૩૧૪૮.૭૬ ટન ચોખા, ૧૯૩.૭૦ ટન બરછટ અનાજ મળીને કુલ ૫૭૭૮.૫૧ ટન અનાજનું વિતરણ કરવામાં આવ્યું છે. પોરબંદર ગ્રામ્યમાં ૨૫૪૪.૮૬ ટન ઘઉં, ૩૨૯૮.૦૭ ટન ચોખા, ૨૦૧.૪૪ ટન બરછટ અનાજ મળીને કુલ ૬૦૪૪.૧૮ ટન અનાજનું વિતરણ કરવામાં આવ્યું છે. રાણાવાવ તાલુકામાં ૧૯૮૦.૧૨ ટન ઘઉં, ૨૫૪૭.૯૪ ટન ચોખા, ૧૫૩.૭૬ ટન બરછટ અનાજ મળીને કુલ ૪૬૮૧.૮૨ ટન અનાજનું વિતરણ કરવામાં આવ્યું છે. ત્યારે કુતિયાણા તાલુકામાં ૧૫૪૫.૦૨ ટન ઘઉં, ૧૯૮૬.૦૪ ટન ચોખા, ૧૨૨.૩૩ ટન બરછટ અનાજ મળીને કુલ ૩૬૫૩.૩૯ ટન અનાજનું વિતરણ કરવામાં આવ્યું છે.
હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
યુએસ કોંગ્રેસમાં બહુમતીનું ગણિત 9:53 AM