<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 12th March 2025

સુરેન્‍દ્રનગરમાં મનસુખ ઉર્ફ ચકાના ઘરમાં ચાલતાં ઘોડીપાસાના પાટલા પર એસએમસી ત્રાટકીઃ ૫.૪૧ લાખ રોકડ સાથે રાજકોટના ૪ સહિત ૯ પકડાયાઃ પાંચ ભાગી ગયાઃ ૨૩ લાખની મત્તા કબ્‍જે

પીએસઆઇ એસ. વી. ગલચર, સંજયભાઇ ચાવડા, જયદેવભાઇ ગઢવી અને હિતેષભાઇ નિમાવતની ટીમનો દરોડો

રાજકોટ તા. ૧૨: સુરેન્‍દ્રનગરમાં આવેલા આંબેડકરનગર-૧માં રાજ રેસ્‍ટોરન્‍ટ પાછળ રહેતાં મનસુખ ઉર્ફ ચકો રણછોડભાઇ ઉર્ફ બાબુભાઇ પરમાર નામના શખ્‍સે પોતાના ઘરમાં ઘોડીપાસાનો પાટલો ચાલુ કર્યાની અને બહારથી માણસો ભેગા કરી જૂગાર રમાડવામાં આવી રહ્યાની બાતમી મળતાં સ્‍ટેટ મોનીટરીંગ સેલની ટીમે દરોડો પાડી તેના સહિત ૯ને પકડી લીધા હતાં. પાંચ શખ્‍સ ભાગી ગયા હતાં. પોલીસે રોકડા રૂા. ૫,૪૧,૩૨૦ અને ૯ મોબાઇલ ફોન, સાત વાહનો મળી કુલ રૂા. ૨૩,૦૫,૫૯૦નો મુદ્દામાલ કબ્‍જે કર્યો છે.

એસએમસીની ટીમે જૂગારધામના સુત્રધાર મનસુખ ઉર્ફ ચકો તેમજ રમવા આવેલા સુરેન્‍દ્રનગર રતનપરના અમિત કાનજીભાઇ રાઠોડ, કુંભારપરાના રામા રાણા ગમારા, આંબેડકરનગરના વિશાલ વિનોદભાઇ મઢવી, રાજકોટ આંબેડકરનગરના દિપક ધનજીભાઇ દાફડા,  ચંદુ કરસનભાઇ મહિડા, માધાપર ચોકડીના કુલદિપસિંહ રણજીતસિંહ રાઠોડ, ભગવતીપરાના ભુપત દેવાભાઇ બોરીચા અને સુરેન્‍દ્રનગર ગાંધી હોસ્‍પિટલ પાસે રહેતાં રમેશ જસવંતભાઇ રાઠોડને પકડી લીધા હતાં.દરોડો પડતાં પાંચ શખ્‍સો ભાગી ગયા હતાં. જેના નામ રાજુ ડાંગર (સુરેન્‍દ્રનગર), પ્રદિપ ઉર્ફ પદો કાનજી સોલંકી (સુરેન્‍દ્રનગર), કાના ખત્રી (વઢવાણ), તેજસિંહ ઉર્ફ ભૈયો (સુરેન્‍દ્રનગર) અને રવિ (ચોટીલા) છે. સ્‍ટેટ મોનીટરીંગ સેલના પીએસઆઇ એસ. વી. ગલચર, સંજયભાઇ ચાવડા, જયદેવભાઇ ગઢવી અને હિતેષભાઇ નિમાવતની ટીમે એસએમસીના વડા નિર્લિપ્‍ત રાય, ડીવાયએસીપી કે. ટી. કામરીયાની સુચના હેઠળ આ દરોડો પાડયો હતો. કેટલા સમયથી આ જૂગારનો પાટલો ચાલતો હતો? તેની તપાસ થઇ રહી છે.

(4:12 PM IST)