<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 12th March 2025

બાવળીયારી ખાતે સંત શ્રી નગાલાખા બાપા ના ઠાકર મંદિરની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અને શ્રીમદ્ ભાગવત ગોપ જ્ઞાનગાથા નું ભવ્ય આયોજન

તા.૧૪ થી ૨૨ દરમિયાન સંતવાણી, ડાયરા,હુડા રાસ, લાકડી રાસ સહિતના આયોજનો

(વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર: સંત શ્રી નગાલાખાબાપા સેવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજીત પ. પૂ શ્રી શ્રી ૧૦૦૮ મહામંડલેશ્વર મહંત રામ બાપુ ના માર્ગદર્શન હેઠળ બાવળીયાળી ઠાકર ધામ ખાતે પુનઃપ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે શ્રીમદ ભાગવત જ્ઞાન ગાથાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે .તા.૧૪ થી ૨૨ માર્ચ દરમિયાન યોજાયેલ શ્રીમદ ભાગવત ગોપ જ્ઞાન ગાથા નું રસપાન ભાઈશ્રી રમેશભાઈ ઓઝા દ્વારા કરાવવામાં આવશે

     .આ આયોજન આશરે ૯૦૦ વીઘા જગ્યામાં યોજાનાર છે .જેમાં તા.૧૪ થી ૨૨ માર્ચ દરમિયાન વિવિધ કાર્યક્રમોમાં દેશભર માંથી મોટી સંખ્યામાં સાધુ સંતો, રાજકીય આગેવાનો સહિત દેશભરમાં વસતા ભરવાડ સમાજના ૯ થી ૧૦ લાખ લોકો કથા શ્રવણ તેમજ અન્ય કાર્યક્રમોનો લાભલેશે. આ પુનઃપ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે યોજાનાર ધાર્મિક કાર્યક્રમમાં તા. ૧૫ ના રોજ ભજન સંતવાણીનું રાત્રી દરમિયાન આયોજન કરવામાં આવ્યું છે. જેમાં કલાકાર તરીકે ભોજાભાઈ ભરવાડ , પોપટભાઈ માલધારી ,પુરુષોત્તમ પુરી બાપુ ગોસ્વામી, દેવાયતભાઈ ખવડ, ખીમજીભાઈ ડાંગર, દિપાલીબેન ગઢવી, માનસી બેન ભરવાડસહિતના કલાકારો, તા. ૧૭ ના રોજ માયાભાઈ આહીર, ગોપાલભાઈ સાધુ, રશ્મીબેન રબારી ઉપસ્થિત રહેશે .તા. ૧૯ ના રોજ રાજભા ગઢવી, જીગ્નેશભાઈ બારોટ, વનીતાબેન પટેલ ,દિવ્યાબેન ભરવાડ, રાજલબેન ભરવાડ, સહિતના કલાકારો દ્વારા સંતવાણી કાર્યક્રમ યોજાશે. તા. ૨૦ ના રોજ સવારે સાત વાગે કલાકાર રસમિતાબેન રબારી, હંસાબેન ભરવાડ, ભૂમીબેન આહીર દ્વારા ગોપી હુડા મહા રાસ નું આયોજન કરવામાં આવ્યું છે જેમાં  બહેનો દ્વારા હુડારાસ યોજાશે .તા. ૨૧ ના રોજ કલાકાર ગોપાલભાઈ ભરવાડ ,પીન્ટુભાઈ ભરવાડ, અને મોતીભાઈ ભરવાડ દ્વારા ગોપ ગોવાળ લાકડી રાસ નું આયોજન કરાયું છે જેમાં ૫૦૦૦ થી વધુ ભાઈઓ દ્વારા લાકડી રાસ યોજાશે .તા. ૧૪ થી ૨૨ દરમિયાન બપોરે સાંજે મહાપ્રસાદનું આયોજન કરાયું છે .જેમાં રોજ ૩૫ થી ૪૦ હજાર લોકો પ્રસાદનો લાભ લેશે. આ આયોજન અંગે  પરમ પૂજ્ય શ્રી શ્રી ૧૦૦૮ મહામંડલેશ્વર મહંત શ્રીરામ બાપુ દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજી સમગ્ર આયોજન અંગે માહિતી આપી હતી. રણછોડભાઈ રબારી સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ ભવ્યકાર્યક્રમની બાવરીયાળી ખાતે તડામાળ તૈયારીઓ ચાલી રહી છે.


 

(6:36 PM IST)