<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 13th March 2025

આજે સાંસદ વિનોદ ચાવડા સરહદના છેવાડાના ગામ ગુનેરીના બાળકો સાથે કરશે રંગોત્સવની વિશિષ્ટ ઉજવણી

બાળકોને સ્વચ્છતા કીટ, નોટબુક - પેન સાથે શૈક્ષણિક કીટ વિતરણ કરવામાં આવશે

​(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૧૩ :  સમાજ નવનિર્માણ ટ્રસ્ટ, ભુજ અને કચ્છ જીલ્લા ભારતીય જનતા પાર્ટી યુવા મોર્ચા સૌજન્ય થી કચ્છના સાંસદ અને ગુજરાત પ્રદેશ ભાજપા મહામંત્રી વિનોદભાઇ ચાવડા સાથે કચ્છ ના સરહદીય વિસ્તાર ના લખપત તાલુકાનાં ગુનેરી ગામે રંગોત્સવ ની ઉજવણી કરવામાં આવશે.

​સમગ્ર દેશમાં હોળી નો તહેવાર ને અનોખી રીતે ઉજવવામાં આવે છે. પવિત્ર તહેવાર અબીલ - ગુલાલ ની છાળો ઉડાવી ને ઉજવણી કરવામાં આવે છે. તારીખ ૧૩/૦૩/૨૦૨૫ ને ગુરુવારે સવારે ૧૦ વાગ્યે તા.લખપતના ગુનેરી ગામે બાળકોને સ્વચ્છતા કીટ, નોટબુક - પેન સાથે શૈક્ષણિક કીટ વિતરણ કરવામાં આવશે.

(9:37 AM IST)