News of Thursday, 13th March 2025
શ્રી દ્વારકાધીશ ભગવાનના સાનિધ્યમાં કાલે ફુલડોલ ઉત્સવઃ ભાવિકો ઉમટશે
સવારે શ્રીજીની મંગળા આરતી બાદ બપોરે ૧.૩૦ થી ર.૩૦ સુધી ભવ્યાતિભવ્ય મહોત્સવ ઉજવાશે

(વિનુભાઇ સામાણી-કૌશલ સવજાણી દ્વારા) દ્વારકા-ખંભાળીયા તા. ૧૩ :.. દ્વારકામાં શ્રી દ્વારકાધીશ ભગવાનના સાનિધ્યમાં કાલે હોળી-ધુળેટી પર્વ અંતર્ગત ફુલડોલ ઉત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યુ છે. જેમાં મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડશે.
કાલે તા. ૧૪ ને શુક્રવારે ફાગણ સુદ ૧પ (પુનમ) ના દિવસે શ્રી દ્વારકાધીશ મંદિરમાં ‘ફુલડોલ ઉત્સવ' ઉજવવામાં આવશે.
જેમાં તા. ૧૪ ના ફુલડોલ ઉત્સવમાં શ્રીજીની મંગળા આરતી સવારે ૬ કલાકે, અનોસર (મંદિર બંધ) બપોરે ૧ કલાકે, ઉત્સવ આરતી બપોરે ૧.૩૦ કલાકે, ઉત્સવ દર્શન બપોરે ૧.૩૦ થી ર.૩૦ કલાક સુધી બપોરે ર-૩૦ થી પ મંદિર બંધ, સાંજે નિત્યક્રમ મુજબ દર્શન. તેમ વહીવટદાર શ્રી દ્વારકાધીશ મંદિર, દ્વારકા અને નાયબ કલેકટરની યાદીમાં જણાવ્યું છે.
(11:00 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
