તા. ૧૦ એપ્રિલ ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ચૈત્ર સુદ – ૧૩ ગુરૂવાર
News of Thursday, 13th March 2025
રાત્રે હોલીકા દહન : કાલે ધૂળેટીની ઉજવણી
ગામે-ગામે હોળી-ધુળેટી પર્વ ઉજવવા થનગનાટ : કાલે આખો દિવસ સૌ કોઇ એકબીજા ઉપર રંગ ઉડાડીને રંગ પર્વ ઉજવશે

પ્રથમ તસ્વીરમાં ધોરાજીમાં તૈયાર થયેલ હોળી બીજી તસ્વીરમાં ધોરાજીમાં શાંતિ સમિતિની બેઠક યોજાઇ તે નજરે પડે છે. (તસ્વીર : કિશોર રાઠોડ (ધોરાજી) (૯.૧પ)
રાજકોટ, તા. ૧૩ : રાજકોટ સહિત સૌરાષ્ટ્ર કચ્છમાં હોળી ધુળેટી પર્વ ઉજવવા થનગનાટ છે. આજે દહન હોલીકા દહન કરવામાં આવશે. કાલે આખો દિવસ રંગપર્વ ધુળેટીની ઉજવણી કરાશે.
ગોંડલ
(જીતેન્દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ : ્રગોંડલ માં હોલિકા દહન નાં ઠેર ઠેર ચોક માં હોલિકા પ્રગટાવવા માં આવે છે. ત્યારે તાલુકા શાળા ના મેદાન માં છેલ્લા ૭૩ વર્ષ થી દેવપરા ગ્રુપ દ્વારા હોલિકા દહન નું આયોજન કરવામાં આવે છે.જે ગોંડલ ની સૌથી મોટી હોઈ ગણાય છે. આર્ય સમાજ દ્વારા વૈદિક હવનની ઔષધીઓ હોળીમાં નાખવામાં આવેછે. દેવપરા ગ્રુપ ના જયસુખભાઈ (ભાણાભાઈ) વઘાસિયા, જયદીપસિંહ જાડેજા, પિન્ટુભાઈ ભોજાણી, મિલનભાઈ ભોજાણી, નિરલભાઈ સાટોડીયા, મહેશભાઈ વાઠેર (કે.ટી.સી ગ્રુપ), ભરતભાઈ ભાદાણી, અશોકભાઈ સાવલિયા, રૂષભરાજ પરમાર (આર્ય સમાજ ગોંડલ) ઋષિતભાઈ રૈયાણી સહિત ના લોકો દ્વારા આયોજન કરવામાં આવે છે જેમાં ૨૫૦૦૦ જેટલા છાણા નો ઉપયોગ કરવામાં આવ્યો છે સૌથી મોટી ગણાતી આ હોલિકાદહન ના દર્શનાથે ગોંડલ શહેર અને તાલુકા ના દરેક સમાજ ના લોકો અહીં આવે છે અને શ્રીફળ અને ઘૂઘરી નો પ્રસાદ આપવામાં આવે છે.હોલિકા દહન ને ગણતરી ના કલાકો બાકી હોઈ આજે તૈયારીને આખરી ઓપ આપી રહ્યા છે.
ગોંડલ ભોજરાજપરા ૨૪/૧૩ ખાતે ગોલ્ડન ગ્રૂપ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ હોળી ના દિવસે હોલિકા દહન તેમજ હોલી કે રસિયા - ફુલફાગ મહોત્સવ નું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં લોકોને દર્શન કરવા ગોલ્ડન ગ્રુપ દ્વારા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
ભાવનગર
(મેઘના-વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર : આજે તા.૧૩ માર્ચને ગુરૂવારે ગોહિલવાડમાં ઠેર-ઠેર અસત્ય પર સત્યના વિજયના પ્રતિક સમાન હોળીના મહા લોકપર્વની પરંપરાગત રીતે હર્ષોલ્લાસભેર ઉજવણી કરાશે. આ અવસરે ભાવનગર શહેરમાં વિવિધ ૧૭૦ થી વધુ સ્થળોએ કર્ણપ્રિય કિર્તનોની રમઝટ સાથે શુભ મુર્હૂતે હોલીકા પ્રાગટય કરાશે.
ભાવનગર શહેર અને જિલ્લામાં બુધવારે અનેક સ્થળોએ પરંપરાગત રીતે કમળા હોળી પ્રગટાવાઈ હતી હવે આવતીકાલે તા.૧૩ ને ગુરૂવારે મોડી સાંજે શુભ મુર્હૂતે મોટી હોળી પ્રગટાવવામાં આવશે.અને મોડી રાત્રી સુધી હોળીના દર્શનાર્થે લોકો ઉમટી પડશે.આજની તારીખે પણ હોલીકાની પ્રદક્ષિણાનું અનન્ય મહાત્મ્ય હોય હોલીકા પ્રાગટય બાદ સ્થાનિક રહીશો ખાસ કરીને નવપરિણીત દંપતિઓ શ્રીફળ,ધાણી, દાળીયા, ખજુર સાથે જળની ધારાવડી કરવા માટે ઉમટી પડશે. ગ્રામ્ય વિસ્તારોમાં હોલીકા પ્રાગટય બાદ બહેનો દ્વારા કર્ણપ્રિય કિર્તન સાથે રાસની રમઝટ બોલાવાશે. હોળાષ્ટકની સમાપ્તી થતાની સાથે જ ગોહિલવાડમાં ફરી વખત માંગલિક કાર્યોનો ધમધમાટ શરૂ થશે.શહેરના આતાભાઈ ચોક મિત્રમંડળ તેમજ કેસરી મિત્રમંડળ દ્વારા ૧૯૭૫ના વર્ષથી હોલિકાદહન યોજાઈ રહેલ છે. જેમાં ગાયના છાણા, શુધ્ધ ઘી, વિવિધ પ્રકારની હવન સામગ્રીઓ તથા ગુગળથી વાતાવરણ શુધ્ધ બનાવાશે. આ સાથે વિવિધ પ્રકારના ધાનનો ઉપયોગ કરાશે. આ ઉપરાંત તખ્તેશ્વર, પાનવાડી, ઘોઘાસર્કલ, કણબીવાડ, કરચલીયા પરા,કાળીયાબીડ સહિતના અનેક સ્થળોએ પણ હોળીકા પ્રાગટય કરાશે.
ધોરાજી
(કિશોર રાઠોડ દ્વારા) ધોરાજીઃ ધોરાજીના ખરાવડ પ્લોટ ખાતે આવેલ માધવ ગૌશાળા ના ભુપતભાઈ કોયાણી એ યાદીમાં જણાવેલ કે
ગુરુવારે ફાગણ સુદ ૧૫ પૂનમ ગુરુવાર ના રોજ હોળીના તહેવાર નિમિત્તે માધવ ગૌ શાળાની ગાયોના છાણમાંથી માધવ મહિલા સત્સંગ મંડળ દ્વારા છાણા થાપી ભારતીય સંસ્કળતિ તેમજ હિન્દુ ધર્મની પરંપરા મુજબ વૈદિક હોળી પ્રગટાવવાનું
આયોજન કરેલ છે. આ હોળી ઉપર પૂર્ણ કદની હોલિકા બેસાડવામાં
આવશે. હોળીને રંગબેરંગી કલર તથા ફૂલોથી શણગારી રંગોળી
પૂરવામાં આવશે. ગુરુવાર ના રોજ સાંજના૦૮:૩૦ કલાકથી ભવ્ય આતશબાજી તેમજ ભૂદેવ દ્વારા શાષાોક્ત વિધિથી
પૂજન વિધિ બાદ હોલિકા દહન ડીજેના તાલે હોળીના ગીતોથી થશે. તો દરેક ધર્મપ્રેમી ભાઈઓ તથા બહેનોને પધારવા માધવ ગૌ સેવા ટ્રસ્ટ ધોરાજી હાર્દિક આમંત્રણ પાઠવે છે.
માવધ ગૌષાળ દ્વારા વૈદિક હોળી
ધોરાજી : ધોરાજી ખાતે હોળીનો તહેવાર ઉમંગભેર ઉજવાશે. ધોરાજી શહેરમાં ખરાવડ પ્લૉટ, અવેડા ચોક, જમનાવડ રોડ, પાવર હાઉસ સહિત શહેરના વિવિધ વિસ્તારોમાં હોળીકા દહન કાર્યર્ક્મ આજે ગુરુવારે રાત્રે ૮:૩૯ બાદ કરવામા આવશે.
ત્યાર બાદ શુક્રવારે ધુળેટી ઉત્સવ ઉજવાશે. ધોરાજી નાં માધવ ગૌશાળા ટ્રસ્ટ દ્વારા વૈદિક હોલિકા દહન કાર્યક્રમ યોજાશે.
ધુળેટી ના તહેવાર માં શાંતી થી ઉત્સવ ઉજવાય તે માટે ધોરાજી પોલિસ સ્ટેશન ખાતે સામાજીક આગેવાનો ની બેઠક યોજવામાં આવી હતી.
જેમાં પોલિસ ઇન્સ્પેકટર આર જે ગોધમ દ્રારા હોળી ધુળેટી પર્વ શાંતિ અને સોહર્દ ભર્યા વાતાવરણ માં ઉજવાય તેમજ શહેરના વિવિધ વિસ્તારોમાં હોલિકા દહન અને ધુળેટી ના દીવસે પોલિસ પેટ્રોલિંગ તેમજ પોલીસ તો બંદોબસ્ત વિશેષ રૂપે રાખવામાં આવશે તેમ જણાવ્યું હતું આ ઉપરાંત કોઈ નાગરિકોતે હોળી ધૂળેટીના પર્વ પર કોઈ પણ પ્રકારની તકલીફ પડે તો તેઓ પોલીસ તો સંપર્ક કરી શકે છે. (૯.૧પ)
(11:00 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
