News of Thursday, 13th March 2025
ભાવનગર ચિત્રા GIDC વિસ્તારમાં SBI બેંકની બહાર 75 લાખની લૂંટના કેસમાં ત્રણ આરોપીઓ ઝડપાયા
7 દિવસ પહેલા ફરિયાદી બેંકમાંથી રૂપિયા ઉપાડીને આવતા હતા ત્યારે ત્રણ શખ્સે તેમને બેંક નજીર જ આંતરીને લૂંટ કરી હતી

ભાવનગરના ચિત્રા GIDC વિસ્તારમાં SBI બેંકની બહાર 75 લાખ રૂપિયાની લૂંટના કેસમાં પોલીસે ત્રણ આરોપીને ઝડપી પાડ્યા છે. આરોપીઓ પાસેથી 74 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કરાયો છે. 7 દિવસ પહેલા ફરિયાદી બેંકમાંથી રૂપિયા ઉપાડીને આવતા હતા ત્યારે ત્રણ શખ્સે તેમને બેંક નજીર જ આંતરીને લૂંટ કરી હતી. આરોપીઓને બે શખ્સોએ લૂંટ કરવા માટે ટિપ્સ આપી હોવાનો ખુલાસો થયો છે. લૂંટની ટિપ્સ આપનાર બે શખ્સોને પણ પોલીસે ઝડપી લીધા છે. લૂંટના કેસમાં પોલીસે અત્યાર સુધી પાંચ આરોપીની ધરપકડ કરી છે.
(11:59 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
