News of Thursday, 13th March 2025
જસદણ પાલિકાના અપક્ષ સભ્ય સુરેશભાઈ છાયાણીનું ઉપવાસ આંદોલનઃ અણઉકેલ પ્રશ્નો સામે રોષ

(હુસામુદ્દીન કપાસી દ્વારા) જસદણ તા. ૧૩ :.. જસદણ નગરપાલિકાના અપક્ષ સભ્ય સુરેશભાઈ નથુભાઈ છાયાણીએ આજે નગરપાલિકા સામે ઉપવાસ આંદોલન શરૂ કર્યું હતું સુરેશભાઈ છાયાણીએ જણાવ્યું હતું કે અમારા વોર્ડમાં જે પીવાલાયક પાણી ન ગણાય એવું દુર્ગંધવાળું પાણી લાંબા સમયથી આપે છે તેની લેખિત રજુઆત પછી પણ કોઈ કાર્યવાહી ન થતાં આખરે મારે ઉપવાસ આંદોલન શરૂ કરવાની ફરજ પડી છે સુરેશભાઈ એ જણાવ્યું હતું કે પાલિકા દ્વારા એકાંતરા નિયમિત પાણી આપવામાં આવતું નથી આ ઉપરાંત કરોડો રૂપિયાના બિલો લાગતા વળગતા લોકોએ ઉસેડી લીધાં છે પણ આ અંગે પણ કોઈ કાર્યવાહી થઈ નથી ત્યારે અત્યારે નગરપાલિકા કચેરી સામે ઉપવાસ આંદોલન શરૂ કર્યું છે.
(12:00 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
