News of Thursday, 13th March 2025
સૌરાષ્ટ્ર-કચ્છમાં અસહ્ય ઉકળાટ
મહત્તમ તાપમાનનો પારો ઉંચે ચડતા લોકો પરસેવે રેબઝેબ

રાજકોટ તા. ૧૩ :.. રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં અસહ્ય ઉકળાટથી લોકો ત્રાહીમામ પોકારી ગયા છે. મહત્તમ તાપમાનનો પારો સતત ઉંચે જતા લોકોને આકરા ઉનાળાની અસર થઇ રહી છે. જેના કારણે લોકો પરસેવે રેબઝેબ થઇ રહ્યા છે.
ગરમીથી બચવા લોકો એસી., અને પંખાનો સહારો લઇ રહ્યા છે.
જુનાગઢ
(વિનુ જોષી દ્વારા) જુનાગઢ :.. ઉનાળાની શરૂઆતમાં જ સૂર્યદેવતા કોપાઈમાન થયા હોય લોકો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. જુનાગઢ ખાતે બુધવારે મહત્તમ તાપમાન ૪૦ ડિગ્રી રહ્યા બાદ રાત્રી અને આજે સવારના તાપમાનમાં ધરખમ વધારો નોંધાયો હતો.
બુધવારની રાત્રે જૂનાગઢનું તાપમાન શોધીને ૨૭ ડિગ્રીએ પહોંચી ગયું હતું. અને આજે સવારે લઘુતમ તાપમાનમાં પણ વધારો થતા સવારે ૨૩ ડિગ્રી ગરમી રહી હતી.
બીજી તરફ ગઈકાલે વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૬૮ ટકારહ્યા બાદ આજે સવારે ભેજ ઘટીને ૩૦ ટકા થઈ જતા સવારથી જ આકાશમાંથી અગન ગોળા ફેંકવાનું શરૂ થઈ ગયું હતું.
આ સાથે સવારથી ૫.૫ કિલોમીટરની ઝડપે ગરમ પવન ફૂંકાતા લોકોની મુશ્કેલીમાં વધારો થયો હતો.
જામનગર
(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર : બાજરા સંશોધન કેન્દ્ર તરફથી મળેલ તાપમાનના આંકડા જોઇએ તો લઘુતમ તાપમાન ર૦, મહત્તમ તાપમાન ૩૮.પ, ભેજનું પ્રમાણ ૬ર ટકા, પવનની ગતિ ૮૪ કિ. મી. છે.
(1:18 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
