<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 13th March 2025

વિસાવદર-ભેસાણની બેઠક પર ભાજપમાંથી કિરીટ પટેલ અને ‘આપ'માંથી ગોપાલ ઇટાલિયાના જોરશોરથી ગાજતા નામ

રાજકીય ધમધમાટના શ્રીગણેશઃ અવનવા તર્કવિતર્કઃ હર્ષદ રીબડીયા સહિતનાઓએ હાઈકોર્ટમાંથી ઈલેકશન પીટિશન પાછી ખેંચતા જુલાઈ-૨૦૨૫ પૂર્વે પેટા ચૂંટણી યોજાવાના અણસારઃ ભૂપત ભાયાણી-હર્ષદ રીબડીયા ભાજપની ટિકિટના મજબૂત દાવેદારઃ ભાજપ કોને પસંદ કરશે..? ચારેકોર ચર્ચા

(યાસીન બ્‍લોચ દ્વારા) વિસાવદર, તા.૧૩: વિસાવદર-ભેસાણ વિધાનસભાની પેટા ચૂટણીનો હાઈકોર્ટમાંથી ઈલેકશન પીટિશન પાછી ખેંચાતા માર્ગ મોકળો થયો છે ત્‍યારે આ બેઠક પર ભાજપના ઉમેદવાર તરીકે કિરીટ પટેલ અને આમ આદમી પાર્ટીના ઉમેદવાર તરીકે ગોપાલ ઇટાલિયાના નામ જોરશોરથી ગાજી રહ્યા છે. જો કે, પૂર્વ ધારાસભ્‍યો ભૂપતભાઈ ભાયાણી અને હર્ષદભાઈ રીબડીયા આ બેઠક પરના ભાજપના મજબૂત દાવેદારો છે.

કોંગ્રેસમાંથી કરશનભાઈ વાડોદરીયા, ભાવેશભાઈ ત્રાપસીયા, ડો.પ્રિયવદનભાઈ કોરાટ, ભરતભાઈ અમીપરા, ભરતભાઈ વિરડીયા સહિતના નામો ગાજી રહ્યા છે.

આમ આદમી પાર્ટીમાંથી હરેશભાઈ સાવલિયા, મહેન્‍દ્ર ડોબરિયા, એડવોકેટ સમીરભાઈ પટેલના નામની વ્‍યાપક ચર્ચાઓ છે.

અત્રે એ નોંધનીય છે કે, રાજકીય પક્ષો ઉમેદવારોની છેલ્લી ઘડીએ પસંદગી કરતી હોય છે. જેથી હાલ ગાજતા નામો છેલ્લે સુધી ટકી રહે એ સમયે જ નક્કી થઈ શકે. હાલ તો રાજકીય ગલીયારાઓની આ બધી જ રસપ્રદ ચર્ચાઓ છે.

વિસાવદર-ભેસાણ મતક્ષેત્રના પૂર્વ ધારાસભ્‍ય હર્ષદભાઈ રિબડીયાએ હાઈકોર્ટમાંથી અરજી પાછી ખેંચતા વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણીનો માર્ગ મોકળો થયાનુ અને સંભવતઃ જૂલાઈ-૨૦૨૫ પહેલા ચૂંટણી યોજાઈ તેવા સંકેતો મળી રહ્યા છે. ગુજરાતમાં તાજેતરમાં સ્‍થાનિક સ્‍વરાજ્‍યની ચૂંટણી યોજાઈ હતી, આ પહેલા ગુજરાતમાં પેટાચૂંટણી થઇ હતી, હવે વધુ એક પેટાચૂંટણીના સંકેત મળી રહ્યાં છે. છેલ્લા કેટલાક સમયથી વિસાવદર વિધાનસભા બેઠક પર ચૂંટણીને લઇને ચર્ચાઓ ચાલી રહી હતી, હવે આ બેઠક પર ચૂંટણી માટે માર્ગ મોકળો થયો છે. આગામી જુલાઈ-૨૦૨૫ સુધીમાં આ બેઠક પર પેટાચૂંટણી યોજાઈ શકે છે તેમ તારણ મુકાઈ રહ્યુ છે. વિસાવદરના પૂર્વ ધારાસભ્‍ય હર્ષદભાઈ રિબડીયાએ ૨૦૨૨ના પરિણામોને લઈને ઈલેકશન પીટિશન કરી હતી જેને પાછી ખેંચી લીધી છે. આમ આદમી પાર્ટીના ઉમેદવાર ભૂપતભાઈ ભાયાણીની જીતને પડકારતી આ પીટિશન પાછી ખેંચાઈ છે. હવે કાનૂની ગૂંચ ઉકેલાતા વિસાવદરમાં પેટાચૂંટણી યોજાઈ શકે છે તેવી રાજકીય વર્તુળોમાં વ્‍યાપક ચર્ચાઓ છે.

વિસાવદર વિધાનસભા બેઠક પર લાંબા સમયથી અટવાયેલી પેટાચૂંટણીનો માર્ગ હવે મોકળો થયો છે. ભાજપના નેતા હર્ષદભાઈ રીબડીયાએ હાઈકોર્ટમાં દાખલ કરેલી પિટિશન પરત ખેંચતા આ બેઠક પર પેટાચૂંટણી યોજાવા માટેનો રસ્‍તો સાફ થયો છે. ભાજપમાં ભળેલા અને આપના પૂર્વ ધારાસભ્‍ય ભુપતભાઈ ભાયાણીએ નિર્ણયને આવકાર્યો છે.

અત્‍યાર સુધી ઇલેક્‍શન પિટિશન પેન્‍ડિંગ હોવાથી વિસાવદર બેઠક ઉપર પેટા ચૂંટણી યોજાતી નથી. ત્‍યારે કુલ ત્રણ અરજી હરેશભાઈ ડોબરિયા, મોહિતભાઈ માલવિયા અને હર્ષદભાઈ રીબડીયા દ્વારા કરવામાં આવી હતી. જેમાંથી પહેલા મોહિતભાઈ માલવિયા દ્વારા અરજી પરત ખેંચવામાં આવી હતી. બાદમાં હર્ષદભાઈ રીબડીયાએ પણ અરજી પરત ખેંચી છે. હર્ષદભાઈ રીબડીયાએ ફેબ્રુઆરી-૨૦૨૩માં વિસાવદર વિધાનસભા ચૂંટણી અંગે હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરી હતી. આ પિટિશનને કારણે વિસાવદર બેઠક પર ચૂંટણી યોજાઈ શકી નહોતી. હર્ષદભાઈ રીબડીયાએ જણાવ્‍યું કે ન્‍યાયિક પ્રક્રિયામાં સમય પસાર થવાને કારણે વિસ્‍તારના ગરીબ અને ખેડૂતોને ધારાસભ્‍ય વિહોણા રાખવું યોગ્‍ય નથી. આથી, પ્રજાના હિતમાં પિટિશન પરત ખેંચવાનો મે નિર્ણય કર્યો છે. પૂર્વ ધારાસભ્‍ય ભુપતભાઈ ભાયાણીએ હર્ષદભાઈ રીબડીયાના આ નિર્ણયને આવકાર્યો છે. તેમણે જણાવ્‍યું કે આ નિર્ણયથી વિસ્‍તારના અટવાયેલા સિંચાઈ, રોડ-રસ્‍તા અને વિકાસના કામો આગળ વધી શકશે. ભાયાણીએ ઉમેર્યું કે તેઓ સિનિયર આગેવાનો સાથે મળીને વિસ્‍તારના વિકાસ માટે કામ કરશે અને પ્રદેશ પાર્લામેન્‍ટરી બોર્ડના નિર્ણયને માન્‍ય રાખશે.

વિસાવદર-ભેસાણની બેઠક પર ૨૦૧૭માં હર્ષદભાઈ રીબડીયા કોંગ્રેસના ઉમેદવાર તરીકે વિજયી થયા હતા, પરંતુ બાદમાં તેઓ ભાજપમાં જોડાયા. ૨૦૨૨ની વિધાનસભા ચૂંટણીમાં ભૂપતભાઈ ભાયાણીએ આમ આદમી પાર્ટીના ટિકિટ પર ચૂંટણી લડી અને ૭૦૬૩ મતોથી વિજય મેળવ્‍યો હતો. હર્ષદભાઈ રીબડીયાએ ભાયાણીની જીત સામે હાઈકોર્ટમાં પડકાર ફેંકયો હતો, જે પિટિશન હવે પરત ખેંચવામાં આવી છે. હર્ષદભાઈ રીબડીયાના આ નિર્ણયથી વિસાવદર-ભેસાણ વિસ્‍તારના લોકો માટે વિકાસના નવા માર્ગો ખુલશે. ભુપતભાઈ ભાયાણીએ જણાવ્‍યું કે તેઓ વિસ્‍તારના લોકોના હિતમાં સિનિયર આગેવાનો સાથે મળીને કામ કરશે અને પ્રજાના પ્રશ્નોનું નિરાકરણ લાવશે. હર્ષદભાઈ રીબડીયાના પિટિશન પરત ખેંચવાના નિર્ણયથી વિસાવદર વિધાનસભા બેઠક પર પેટાચૂંટણી માટેનો માર્ગ મોકળો થયો છે. આ નિર્ણયથી વિસ્‍તારના વિકાસ માટે નવી આશાઓ જાગી છે, અને પ્રજાના પ્રશ્નોનું નિરાકરણ લાવવા માટે તંત્ર અને નેતાઓ એકસાથે કામ કરશે. હર્ષદભાઈ રીબડીયાના આ નિર્ણયથી વિસાવદર-ભેસાણના લોકો માટે વિકાસના નવા માર્ગો ખુલશે. ભુપતભાઈ ભાયાણીએ જણાવ્‍યું કે તેઓ વિસ્‍તારના લોકોના હિતમાં સિનિયર આગેવાનો સાથે મળીને કામ કરશે અને પ્રજાના પ્રશ્નોનું નિરાકરણ લાવશે. હર્ષદ રીબડીયાના પિટિશન પરત ખેંચવાના નિર્ણયથી વિસાવદર વિધાનસભા બેઠક પર પેટાચૂંટણી માટેનો માર્ગ મોકળો થયો છે. આ નિર્ણયથી વિસ્‍તારના વિકાસ માટે નવી આશાઓ જાગી છે, અને પ્રજાના પ્રશ્નોનું નિરાકરણ લાવવા માટે તંત્ર અને નેતાઓ એકસાથે કામ કરશે.

 દરમિયાન જાણકારોના મતે પેટા ચૂંટણીને લઈને આજે ચિત્ર સ્‍પષ્ટ થશે. કહેવાય છે કે, હરેશભાઈ ડોબરિયાએ હજી સુધી અરજી પરત ખેંચી નથી. હરેશભાઈ ડોબરિયાની અરજી ઉપર વધુ સુનાવણી છે. ત્‍યારે વિસાવદર પેટા ચૂંટણીને લઈને આજે ચિત્ર સ્‍પષ્ટ થાય તેવી શકયતાઓ છે. વિસાવદરમાં પેટા ચૂંટણી યોજવા માટે વર્ષ-૨૦૨૪માં હાઇકોર્ટમાં થયેલી એક જાહેર હિતની અરજીમાં ઇલેક્‍શન કમિશન વતી ઉપસ્‍થિત થયેલા વકીલે જણાવ્‍યું હતું કે, સુપ્રીમ કોર્ટનો ચુકાદા મુજબ ઇલેક્‍શન પિટિશન પેન્‍ડિંગ હોય તો તેનો નિકાલ ના થયા ત્‍યાં સુધી પેટાચૂંટણી યોજી શકાય નહિ. કોર્ટે કહ્યું હતું કે ઇલેક્‍શન પિટિશન પરત ખેંચાય તો આગળ કાર્યવાહી થાય. પેટા ચૂંટણી નહીં યોજાવા પાછળ ઇલેક્‍શન કમિશન જવાબદાર નથી. આ એક ન્‍યાયિક પ્રક્રિયા છે.

(12:10 PM IST)