News of Thursday, 13th March 2025
ભાવનગરમાં સામુહિક દુષ્કર્મ આચરીને ગુપ્તાંગમાં મરચુ નાંખનાર ૪ની શોધખોળ
મનસુખ મકવાણા, મુકેશ મકવાણા, પીન્ટુ મકવાણા અને એક અજાણ્યા શખ્સ સામે ગુન્હો

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર તા. ૧૩: ભાવનગર શહેરની યુવતી નું ગતરાત્રી ના અરસામાં કારમાં અપહરણ કરી મહિલા કોલેજ સર્કલથી એરપોર્ટ વચ્ચે આવેલી સુમસામ જગ્યામાં લઈ જઈ એક રૂમમાં પૂરી બળજબરીથી દુષ્કર્મ આચરનાર તથા તેને મદદગારી કરનાર મનસુખ મકવાણા, મુકેશ મકવાણા, પીન્ટુ મકવાણા તથા અન્ય એક અજાણ્યા શખ્સ રહે.તમામ ભાવનગર વાળાઓ વિરુદ્ધ યુવતીએ ઘોઘા રોડ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા ઘોઘા રોડ પોલીસે દુષ્કર્મ તથા અપહરણની કલમ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે,
આ બનાવ અંગે ડીવાયએસપી આર.આર સિંધાલએ જણાવ્યું હતું કે, એરપોર્ટ રોડ જગ્યા દુષ્કર્મની બનાવની ફરિયાદ ઘોઘા રોડ પોલીસમાં દાખલ થઈ છે જેમાં ફરિયાદીએ અપહરણ, માર મારવો અને દુષ્કર્મ ફરિયાદ નોંધાવી છે, સાંજના ૮ વાગે ફરિયાદી મહિલા ના ઘરે કોઈ અજાણ્યો માણસ જાય છે અને ફરિયાદીને કહે છે કે તમારા મમ્મી પપ્પા મળવા આવેલા છે તે બહાને બહાર લઈ જાય છે આથી ફરિયાદી તેના એક વર્ષના દીકરા સાથે અજાણ્યા માણસની પાછળ પાછળ રિક્ષામાં બેસી જાય છે અને મહિલા સર્કલ પાસે આવે છે, મહિલા સર્કલ પાસે એક ફોરવીલ કાર પડેલી હોય છે કારનો ડ્રાઇવર ફરિયાદીને ધક્કો મારી ગાડીમાં બેસાડી દે છે,
અગાઉ ફરિયાદીને દીપક નામના વ્યક્તિ સાથે પ્રેમ સંબંધ હતો અને દીપકની વાઈફ ના ભાઈઓ મનસુખ, મુકેશ અને પીન્ટુ તે જોવે છે બાદમાં કારમાં નસીલો પદાર્થ છાંટી તેને સુંઘાડવામાં આવે છે જેથી ફરિયાદી બેભાન થઈ જાય છે, બાદમાં આ આ લોકો એરપોર્ટ રોડ પર અજાણી જગ્યા પર લઈ જાય છે અને રાત્રે ૧૨ વાગે ફરિયાદી જાગે છે પોતે સેટી પરની નિર્વસ્ત્ર અવસ્થામાં હતી અને ત્યાં જે આરોપી હતા મનસુખ તેનો મોબાઇલ માંગે છે અને જણાવે છે કે મારી બહેનની જે જિંદગી બત્તર કરી દીધી છે અને અમે પણ હવે તને જોશું એમ કરી સાવરણી લઈ તેને માર મારે છે, ફરિયાદીના પુત્રને પણ રેતીમાં ફેંકી દેવામાં આવે છે અને બંને આરોપીઓ હાથ પકડી દુષ્કર્મ કરે છે, અને બાદમાં મરચું પ્રાઇવેટ પાર્ટમાં છાંટે છે અને નાખે છે તેમ ફરિયાદી દ્વારા જણાવ્યું હતું.,આ ઘટના અંગે પોલીસ દ્વારા ફરિયાદીનો મેડિકલ ચેકઅપ માટે લઈ જવામાં આવ્યા છે .તેની તપાસ મહિલા પીઆઇ દ્વારા ચલાવવામાં આવી રહી છે.
(12:19 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
