તા. ૨૨ ફેબ્રુઆરી ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ફાગણ સુદ – ૫ રવિવાર
News of Thursday, 13th March 2025
તલગણા પાસેનો પુલ તુટયોઃ જવાબદાર કોણ ? કોની સામે પગલા લેવાશે? માજી ઉપસરપંચ મેદાનમાં
ગોંડલ સિવિલ હોસ્પિટલમાં અસામાજીક તત્વોનો ત્રાસ

(કૃષ્ણકાંત ચોટાઇ દ્વારા) ઉપલેટા, તા. ૧૩: તાજેતરમાં તલગાણા ઇસરા વચ્ચે ભૂ માફિયાઓએ રેતી કાઢી લેતા ચેકડેમ તૂટી જવા પામ્યો છે જેનાથી આજુબાજુ વિસ્તારના ખેડૂતોને મોટા પાયે નુકસાન જશે આ બાબતે તલગાણા ના માજી ઉપસરપંચ પરબતભાઈ પિઠીયા એ એક નિવેદન માં જણાવેલ છે કે જે તે વખતે મારી પાસે સરપંચ નો હવાલો હતો તે સમયે ગામના હોદ્દેદારોએ ગ્રામસભા બોલાવીને બહુમતીથી ઠરાવ કરી સંબંધિત કચેરીઓની રૂબરૂ મુલાકાત લઇ જે તે અધિકારીઓને લેખિત મૌખિક રજૂઆત કરેલી અને ગાંધીનગર સુધી ભાદર નદીમાં આવેલા તમામ ચેક ડેમો ને રેતી માફિયાઓ કાયમી ધોરણે નુકસાન કરી રહ્યા છે તેથી આવા પરવાનાઓ રદ કરવા અને ભવિષ્યમાં પણ આપવા નહીં તેવો ગ્રામસભામાં ઠરાવ કરેલા હતો તેમજ ઉપલેટા તાલુકા ભાદરહિત રક્ષક સમિતિ એ પણ સંબંધિત કચેરીઓને રજૂઆતો કરેલી હતી તે બાબતે રેતી માફિયાઓએ મારી સોપારી પણ આપેલી હતી તારીખ ૧૪ ફેબ્રુ ૨૦ ૨૧ ના રોજ જે તે વખતના કોંગ્રેસના ધારાસભ્ય લલીતભાઈ વસોયા ને પણ જિલ્લા કલેકટર ફરિયાદ સંકલ્પ સમિતિમાં મુકવા માટે લેખિતમાં જણાવેલું હતું તેમજ ધોરાજી ડેપ્યુટી કલેક્ટરને પણ તમામ ડોકયુમેન્ટ્સ આપી રજૂઆતો કરેલી હતી તેમજ તારીખ ૨૬ એપ્રિલ ૨૦ ૧૯ ના રોજ મુખ્યમંત્રીને લેખિતમાં વિરોધ કરી આત્મવિલોપનની પણ ચીમકી આપેલી હતી તે સમયે અમુક સમય સુધી નદીમાં રેતી ખનનની પ્રવળત્તિ સ્થગિત કરી દેવામાં આવેલી અને રાજ્યપાલ શ્રી ને પણ લેખિત રજૂઆત કરી માનવ અધિકાર પંચમાં પણ ફરિયાદ દાખલ કરેલી હતી તેમજ વેણો ડેમમાંથી તલગણા ગામને પીવાના પાણીની પાઇપલાઇન જે ભાદર નદી માથી પાણી માટે ની પુરવઠા બોર્ડ ની લાઈન પસાર થાય છે તેને પણ આ રેતી ચોરો એ તોડી નાખી છે તે વખતે મામલતદાર માવદીયા હતા તેમણે સ્થળ ઉપર રોજકામ કરેલ હતુ જે પાઈપ લાઈન આજ દિવસ સુધી રીપેર કરવામાં નથી આવી. વધુમાં પરબતભાઈ એ જણાવ્યું કે તુટેલ ચેક ડેમના પાયા રેતી ના જથ્થા ઉપર આધારિત હતા અને આ બાબતે સબંધીત. કચેરીમાં રજુઆત ની પાંચ પાંચ કિલો કાગળની ફાઈલો પડી અધિકારી કે કર્મચારીઓ ની બદલી થતી હોય છે કચેરીની બદલી થતી નથી અમારી રજૂઆત ની ફાઈલો આજે પણ મોજૂદ છે આમ સરકારી તંત્ર અને ખેડુતો ને પણ નુકસાન પહોંચ્યું છે કોઈ પગલાં ભરવામાં નથી આવતા.
અંતમાં પરબતભાઈ એ જણાવેલ છે કે ઉપલેટા વિસ્તારમાં ત્રણ મુખ્ય નદીઓ ભાદર મોજ વેણુ નદીઓ આવેલી છે જેમાથી મોટા પાયે ભુ માફિયા ઓ ગેરકાયદેસર રેતી કાઢે છે ત્યારે સરકાર ની જો ખરેખર દાનત હોય ખેડૂતો નું હિત જાળવવું હોય તો ઉપલેટા વિસ્તારમાં કાયમી ધોરણે ચેકીંગ પાર્ટી ની નીમણુક કરવી જોઈએ અને આ ભૂ માફીયાઓ સામાન્ય માણસોના અવાજ દબાવી દેતા હોય છે ધાક ધમકીઓ આપે છે અગાઉ આ ભૂ માફીયાઓ એ અરજદારો કે વિરોધ કરનારા ઉપર ફોરવીલ ફેરવી કચરો કરી દેવાના અને અધિકારીઓ કર્મચારીઓ ઉપર પણ હુમલા ના બનાવો રેકોર્ડ ઉપર છે ત્યારે આ બાબતે સરકાર કુંભકર્ણ નિંદ્રામાંથી જાગે તેવી ઉપલેટા ધોરાજી સહિત ના તાલુકા ના ખેડૂતો અને આમ જનતાની લાગણી અને માંગણી છે તેવુ અંતમાં જણાવેલ છે.
(12:23 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
