<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 13th March 2025

માધવપુરમાં રાષ્‍ટ્રીય કક્ષાનો પ દિવસીય ભાતીગળ લોકમેળો

૬ થી ૧૦ એપ્રિલ યોજાનાર લોકમેળા માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તડામાર તૈયારીઓઃ મેળાના સુચારૂ આયોજન માટે કલેકટર એસ.ડી.ધાનાણીના અધ્‍યક્ષસ્‍થાને બેઠક મળીઃ પાર્કીંગ, ટ્રાફીક મેનેજમેન્‍ટ, પીવાનું પાણી, ભીડમાં ભાવીકોની સુરક્ષા બાબતે અધિકારીઓને સુચના અને માર્ગદર્શન અપાયા રૂક્ષ્મણીજી અને ભગવાન શ્રીકૃષ્‍ણના વિવાહ પ્રસંગ અંતર્ગત લોકમેળા માટે ભાવિકોમાં ભારે ઉત્‍સાહ

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર, તા., ૧૩: માધવપુર (ઘેડ)માં રાષ્‍ટ્રીયકક્ષાનો તા.૬ થી ૧૦ સુધી પાંચ દિવસ યોજાનાર ભાતીગળ લોકમેળા માટે વહીવટી તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ શરૂ થઇ છે. રૂક્ષ્મણીજી અને ભગવાન શ્રીકૃષ્‍ણના વિવાહ પ્રસંગ અંતર્ગત  પરંપરાગત યોજાતા આ લોકમેળામાં ભાગ લેવા ભાવિકોમાં ભારે ઉત્‍સાહ છે.  પોરબંદર જિલ્લાના માધવપુર ઘેડ ખાતે રુકમણીજી અને ભગવાન કળષ્‍ણના વિવાહ પ્રસંગ અંતર્ગત લોકમેળાની ઉજવણીની તંત્ર દ્વારા તૈયારીઓની શરૂઆત કરવામાં આવી છે. માધવપુરનો મેળો આગામી તા.૬થી ૧૦ એપ્રિલ સુધી પાંચ દિવસ દરમિયાન આ લોકમેળાનું  આયોજન કરવામાં આવી રહ્યું છે. જે અંતગર્ત જિલ્લા કલેકટર શ્રી એસ ડી ધાનાણીના અધ્‍યક્ષ સ્‍થાને માધવપુર મેળાના સુચારું આયોજન અંગે અધિકારીઓ સાથે  પોરબંદર ખાતે બેઠક યોજાઈ હતી.

લોકમેળામાં તંત્ર દ્વારા કરાતા આયોજન અંગે  સાફ સફાઈ, માર્ગ વ્‍યવસ્‍થાપન અને ર્પાકિંગ, પીવાના પાણી, ટ્રાફિક મેનેજમેન્‍ટ, સુરક્ષા, વીજ પુરવઠા અને આરોગ્‍ય સહિતની વિવિધ સમિતિઓ બનાવીને દરેક અધિકારીઓને કામગીરી સોંપવામાં આવી હતી. અને કલેકટરશ્રીએ ર્પાકિંગ,ટ્રાફિક મેનેજમેન્‍ટ, બેઠક વ્‍યવસ્‍થા, પીવાના પાણીની વ્‍યવસ્‍થાઓ સુનિヘતિ કરવા સંબંધીત વિભાગના અધિકારીશ્રીઓને સુચના આપી હતી અને ઉતર પુર્વેના વધારે કલાકારો આવી શકે છે અને લોકમેળો લોકભોગ્‍ય બને તે માટે અધિકારીશ્રીઓને ટીમવર્કથી મેળાનું વધુ સુચારૂ આયોજન કરવા અંગે માર્ગદર્શન આપ્‍યું હતું. જિલ્લા વિકાસ અધિકારી શ્રી બી બી ચૌધરીએ ર્પાકિંગ અને મેઈન સ્‍ટેજના સ્‍થળે યોગ્‍ય વ્‍યવસ્‍થાઓ સુનિヘતિ કરવા સબંધિત વિભાગના અધિકારીશ્રીઓને માર્ગદર્શન આપ્‍યું હતું. જિલ્લા પોલીસ વડા ભગીરથસિંહ જાડેજાએ લોકોની સુરક્ષાની જળવાઈ રહે તે માટે લોકમેળામાં ભીડ ન સર્જાય તે રીતે મેળામાં પુરતી જગ્‍યામાં યોગ્‍ય પ્‍લાનિંગ સાથે આયોજન કરવા માર્ગદર્શન કર્યું હતું. આ બેઠકમાં જિલ્લા પોલીસ વડા  ભગીરથસિંહ જાડેજા,જિલ્લા વિકાસ અધિકારી  બી.બી ચૌધરી,નિવાસી અધિક કલેક્‍ટર  જે.બી. વદર, જિલ્લા ગ્રામ વિકાસ એજન્‍સી નિયામક  રેખાબા સરવૈયા, જિલ્લા પુરવઠા અધિકારી  પ્રતીક જાખડ, મદદનિશ જિલ્લા પોલીસ અધિક્ષક  રૂતુબા રાબા, નાયબ પોલીસ અધિક્ષક ગ્રામ્‍ય સુરજીત મહેડુ, કુતિયાણા પ્રાંત અધિકારી શ્રી નેહા સોજીત્રા, પોરબંદર પ્રાંત અધિકારી શ્રી સંદિપ જાદવ સહિતનાં સબંધિત વિભાગનાં અધિકારીશ્રીઓ ઉપસ્‍થિત રહ્યાં હતાં.

(12:34 PM IST)