<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 13th March 2025

દ્વારકાધીશ જગતમંદિરમાં કાલે દોલોત્‍સવની ભવ્‍ય ઊજવણી થશે

ચાંદીની પિચકારીમાં કેસુડાના રંગથી રમશે ઠાકોરજી

(વિનુભાઇ સામાણી દ્વારા) દ્વારકા, તા.૧૩: દ્વારકાધીશ જગતમંદિરમાં સામાન્‍ય રીતે ફાગણ વદ એકમના રોજ જગતમંદિરમાં ફુલડોલ ઉત્‍સવ મનાવાય છે પરન્‍તુ આ વખતે ઉત્તરા ફા૯ગુની નક્ષત્ર પૂર્ણિમાના દિવસે હોય તા.૧૪મીએ પૂર્ણિમાના રોજ દ્વારકા તેમજ બેટ દ્વારકામાં આવેલાં દ્વારકાધીશ જગતમંદિરોમાં ધાર્મિક પરંપરા અનુસાર ભાવિકો સંગ દોલોત્‍સવની ઊજવણી કરવામાં આવશે. જગતમંદિરના પૂજારી પ્રણવભાઇ ઠાકરના જણાવ્‍યાનુસાર સોમવાર તા.૧૪મી માર્ચના રોજ બપોરે ૧:૧પ કલાકે ઠાકોરજીને ભીતરમાં (બંધ પડદે) ધાણી, દાળીયા, ખજૂર, સૂકોમેવો, પતાસા વિગેરેનો મહાભોગ ધરાવ્‍યા બાદ નીજ સભાગૃહમાં બાલસ્‍વરૂપને ઝુલામાં સ્‍થાપન કરાવી દોલોત્‍સવ સ્‍વરૂપના દર્શન કરાવાશે. હોજમાં ફૂલોના ઝુલામાં બિરાજમાન બાળ સ્‍વરૂપને સિદ્ધ કરી શંખનાદ, ઢોલ નગારાના ગગનભેદી નાદ સાથે ઠાકોરજીની મહાઆરતીનો પ્રારંભ થશે. આરતી પ્રારંભે કેસુડાં - કેસર જલ ચાંદીની પિચકારીમાં ભરી ઠાકોરજીસંગ ધૂળેટી રમાશે. બાદ દ્વારકાધીશજીના શ્રીઅંગ પર પધરાવવામાં આવેલ અબીલ-ગુલાલની છોળો(રંગ) ભાવિક ભકતોને પ્રસાદીરૂપે ઉડાડવામાં આવશે. બપોરે ૧:૩૦ કલાકે ઠાકોરજીના રાજાધિરાજ સ્‍વરૂપના પૂર્ણ શૃંગાર સાથે શ્રીઅંગ પર શંખ, ચક્ર, ગદા, પદ્મ તથા અલંકારો તેમજ સફદ વસ્‍ત્રો સાથેના ઠાકોરજીના દૈદિપ્‍યમાન સ્‍વરૂપના દર્શન ખૂલ્લાં મૂકાશે. દ્વારકાધીશ જગતમંદિરમાં બપોરે ૧:૩૦ થી રઃ૩૦ કલાક સુધી ભાવિકો વચ્‍ચે ઠાકોરજી સન્‍મુખ અબીલ - ગુલાલ વડે પરંપરાગત રીતે દોલોત્‍સવ ઊજવાશે. આ ઉપરાંત દેશ વિદેશમાં લાખો શ્રઘ્‍ધાળુઓ ઓનલાઇનના માઘ્‍યમથી જગતમંદિરમાં થનારા દોલોત્‍સવને નિહાળશે.(તસ્‍વીર-દિપેશ સામાણી : દ્વારકા)

(2:24 PM IST)