<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 13th March 2025

ખંભાળીયામાં દૂધના ટેન્‍કરમાંથી થયેલ ચોરીના બનાવમાં સાત આરોપી ઝબ્‍બે

 

ખંભાળીયા તા. ૧૩: ખંભાળીયા પોલીસ સ્‍ટેશન ઉપરોકત ગુન્‍હાના કામેના ફરીયાદીશ્રીની ટાટા વેન્‍ચર વાડી રજી. નં. LT 37- 5991 વાળી દૂધનું વાહનમાં દ્વારકા હાઇવે રોડ પર મોવાણ ગામના પાટીયા પાસે ઇન્‍ડીયન ઓઇલ કોર્પોરેશના પેટ્રોલ પંપની બાજુમાં આવેલ રાધે શ્‍યામ હોટેલ પર રોડની સાઇડમાં ઉભુ રાખેલ હોય અને જે વાહનની સીટ પર એક થેલામાં રોકડા રૂ.૪૯,૦૦૦/ તથા આધારકાર્ડ તથા ગાડીની RC બુક રાખેલ હતુ જે થેલા કોઈ અજાણ્‍યો ચોર ઇસમ ચોરી કરી કરી લઈ ગયેલ.

 બાતમી આધારે ખંભાળીયા પાયલ ચોકડીથી આગળ આવેલ આર.એન. વારોતરીયા કોલેજ પાસેથી ચોરી કરેલ રોકડા રૂ.૪૯,૦૦૦/ તથા મોબાઇલ ફોન કુલ નંગ ૦૪ કુલ કિ.રૂા.૨૦,૦૦૦/ તથા ચોરીમાં ઉપયોગમાં લીધેલ બજાજ કંપનીની મેકસીમાં, સી.એન.જી., રીક્ષા જી.જે.૧૦.ટી.ડબલ્‍યું.૩૬૮૭ કિ.રૂા.૧,૫૦,૦૦૦/- તથ. મળી કુલ કિ.રૂા.૨.૧૯,૦૦૦/- ના મુદામાલ સાથે બનાવ બન્‍યાના ગણતરીની કલાકોમાં મુદામાલની ૧૦૦ % રીકવરી કરી આરોપીઓ (૧) રાજેન્‍દ્રકુમાર ઉર્ફે રાજયો રૂપસંગ ધાંધલ ઉવ.૩૨ ધંધો-રી.ડા. રહે.હાલ ખોડીયાર કોલોની ખુલ્લા ફાટક પાસે, દશા માં ના મંદિરની બાજુમાં જામનગર, મુળ રહે હાપા ગામ બારવી વાસ, રેલ્‍વે સ્‍ટેશનની બાજુમાં. (૨) ગણેશણાક અશોકભાઇ પરમાર ઉવ.૧૯ ધંધો મજુરી રહે.હરીપુર કોલોની, પાલનપુર, જી.બનાસકાંઠા  (૩) વિશાલભાઈ રણછોડભાઈ રાઠોડ ઉવ.૨૩ ધંધી-મજુરી રહે. પ્રકાશનગર સોસાયટી પાછળ, પાલનપુર, (૪) પરષોતમભાઇ રણછોડભાઈ પઠીયાર ઉવ.૨૩ ધંધો-રી.ડ્રા. રહે, તારાનગર, હનુમાન ટેકરી, માનસરોવર ફાટક પાસે, પાલનપુર, (૫) ભારતભાઈ સજનાભાઈ પરમાર ઉવ.૨૦ ધંધો-રી.ડા. રહે.તારાનગર, માનસરોવર ફાટક પાસે, પાલનપુર, જી.બનાસકાંઠા (૬) રવીલાઇ સુરજભાઇ ઠાકોર ઉવ.૨૧ ધંધો-પાણીપુરીની રેકડી રહે.ત.જપુરા, હનુમાન ટેકરી પાસે, પાલનપુર,  (૭) દિલીપભાઇ કૈલાસભાજી ડાભી ઉવ.૨૨ ધંધો-મજુરી રહે પાલનપુર, માનસરોવર ફાટક પાસે, જી.બનાસક.ઠા

 કામગીરી  (૧) પોલીસ ઇન્‍સ્‍પેક્‍ટર સી.એલ.દેસાઇ (૨) પ્રા.પો.ઇન્‍સ. કે.એસ.ગોહીલ  (૩) AST હેમતભાઇ નથુલાઈ નંદાણીયા (૪) ASI રવીકુમાર પરબતભાઇ મેવાડા (વડત્રા આ.પો.)  (૫) પો.હેડ.કોન્‍સ. ભરતભાઈ માલદેભાઈ જમોડ  (૫) પો.હેડ.કોન્‍સ દિવ્‍યરાજસિંહ પળથ્‍વીરાજસિંહ જાડેજા  (૭) પો.હેડ.કોન્‍સ. સામતભાઈ પબુલાઈ ગઢવી (૮) પો.હેડ કોન્‍સ. મહીદિપસિંહ સુરેન્‍દ્રસિંહ જાડેજા (વડત્રા આ.પો.) (૯) પો.કોન્‍સ. યોગરાજસિંહ દિલીપસિંહ ઝાલા  (૧૦) પો.કોન્‍સ. કાનાભાઈ રાણ.ભાઈ લુણા (૧૧) પો.કોન્‍સ. અરજણભાઇ રાયદેભાઈ આંબલીયાએ કરી હતી.

(2:25 PM IST)