News of Thursday, 13th March 2025
કાલે જૂનાગઢ શ્રી સ્વામિનારાયણ મુખ્ય મંદિરે પુનમની ઉજવણી
મંદિરના શિખર પર નુતન ધ્વાજારોહણ મહાપુજા, અભિષેકનું આયોજન

(વિનુ જોષી દ્વારા) જુનાગઢઃ તા. ૧૩ જવાહર રોડ સ્થિત શ્રી સ્વામિનારાયણ મુખ્ય મંદિર ખાતે આવતી કાલે પુનમની ઉજવણી થનાર છે.
ચેરમેન પીપી સ્વામી અને કોઠારી પ્રેમસ્વરૂપદાસજીએ જણાવ્યુ હતું કે પૂ. દેવનંદનસ્વામીના માર્ગદર્શન હેઠળ દર મહિને પુનમની ઉજવણી કરવામાં આવે છે જેના ભાગરૂપે સવારે સિધ્ધેશ્વર મહાદેવ સહિત સ્થાપીતદેવોની મહાપુજા અને મંદિરના શિખર પર નુતન ધ્વજારોહણ કરવામાં આવશે.
પુનમને લઇને ગુજરાત ઉપરાંત વિદેશમાંથી દર્શનાર્થીઓ પુનમ ભરવા આવતા હોય અને આજેપણ સિધ્ધેશ્વર મહાદેવ દરેક ભકતોની મનોકામના પૂર્ણ કરતા હોય ત્યારે પુનમના દર્શનનું અનેરૂ મહત્વ રહયું છે આ પ્રસંગે જ ભાગરૂપી જનતાને પણ દર્શનનો લાભ લેવા પ્રફુલભાઇ કાપડીયાએ જાહેર નિમંત્રણ પાઠવ્યું છે.
(1:50 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
