News of Thursday, 13th March 2025
બોટાદ પંથકમાં કાળુભાર નદીમાં ડુબી જવાથી બે રાજસ્થાની શ્રમીકના મોત : બેનો બચાવ
ગઢડા તાલુકાના ચોસલા ગામ નજીક ચાર રાજસ્થાની શ્રમીકો ધોમધખતા તાપમાંથી રાહત મેળવવા નાહવા પડયા હતા

બોટાદ, તા., ૧૩: જિલ્લાના ગઢડાના ચોસલા ગામ નજીક કાળુભાર નદીમાં ન્હાવા પડેલા ચાર રાજસ્થાની શ્રમિકોમાંથી બે લોકો ડૂબ્યા હતા. જ્યારે બે શ્રમિકોને બચાવી લેવામાં આવ્યા હતા.ડૂબી ગયેલા બંને વ્યક્તિઓની ઓળખ પવનસિંહ અને પળથ્વીસિંહ તરીકે થઈ છે.
આ ઘટનાની જાણ થતાં સ્થાનિક વહીવટી તંત્ર તુરંત સક્રિય થયું છે અને ડૂબેલા બંને વ્યક્તિઓને શોધવા માટે રેસ્કયુ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. આ ચારેય વ્યક્તિઓ રાજસ્થાનના સિકર જિલ્લાના વતની છે અને ચોસલા ગામમાં કડિયા કામ કરતા હતા.
(4:18 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
