News of Thursday, 13th March 2025
પ્રાચીન-અર્વાચીન રાસ-ગરબા સાથે દ્વારકા પગપાળા આવતા યાત્રિકો

(વિનુભાઇ સામાણી દ્વારા) દ્વારકા, તા.૧૩ :ફુલડોલ ઉત્સવ ઉજવવા માટે અલગ-અલગ પ્રાંતમાંથી આવતા પગપાળા શ્રઘ્ધાળુઓ રસ્તામાં વિવિધ પ્રાચીન - અર્વાચીન રાસગરબાઓ તથા કરતબો સાથે કૃષ્ણભૂમિ તરફ પ્રયાણ કરી રહયા છે. પદયાત્રિકોનું સેવાભાવી સંસ્થાઓ તથા સેવાકેમ્પના સંચાલકો દ્વારા સ્વાગત સાથે ભાવિકોને કોઇપણ પ્રકારની મુશ્કેલી ન પડે તે માટે સહિયારા પ્રયાસો કરવામાં આવી રહયા છે. ટાઢ-તાવ, ઠંડી - ગરમી, તડકો - છાંયો એ બધુ એક તરફ રાખીને ડી.જે.ના સથવારે નાચતા-નાચતા અંતર કાંપતા પદયાત્રિકોની કાળિયા ઠાકોર પ્રત્યેની લગની જ કાંઇક અલગ હોય છે. પદયાત્રિકોનો જુસ્સો જોતા એવું લાગે છે કે તેમની દ્વારકાધીશ પ્રત્યેની લગની કેટલી પ્રબળ છે. (તસ્વીર-દિપેશ સામાણી : દ્વારકા)(૨૩.૨૧)
(3:27 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
