<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 13th March 2025

દ્વારકા તાલુકાના બેટ દ્વારકામાં પત્નીની હત્યા નીપજાવનાર આરોપીને આજીવન કેદ (જન્મટીપ) ની સજા અને રૂ.૨૦,૦૦૦/- નો દંડ ફટકારતી દ્વારકાની નામદાર એડી સેસન્સ કોર્ટ

(કૌશલ સવજાણી) ખંભાળિયા :આ કેસની ટુંકી હકીકત એવી છે કે, આરોપી સાલેભાઈ સીદિકભાઈ ચમડીયા રહે. હાજી કીરમાણી રોડ, જુમા મસ્જીદની બાજુમાં, વાણીયા શેરી, બેટ દ્વારકા, તા.દ્વારકાવાળાએ ગત તા.૨૨/૧૨/૨૦૨૦ ના રોજ પોતાના રહેણાંક મકાનમાં તેમની પત્ની હવાબેનને સાથે રહેવા જણાવતા, અને આરોપીના પત્ની હવાબેનને તેમના પતિ આરોપી સાલેભાઈ સીદિકભાઈ ચમડીયા સાથે રહેવું ન હોય, તે બાબતે પતિ- પત્ની વચ્ચે ઝઘડો થતા આરોપીએ ઉશ્કેરાઈ જઈ પોતાની કોણી તથા બાવળા વચ્ચે પોતાના પત્ની હવાબેનનું ગળુ દબાવી, જાનથી મારી નાખી, લાશને સગેવગે કરી તથા પુરાવાનો નાશ કરી, લાશને તેમના રહેણાંક મકાનના ખુણામાં ખાડો ખોદી, દાટી દઈ, આરોપી નાશી ગયેલ હોય અને તપાસ દરમ્યાન પકડાઈ જતા આરોપીએ ગુનો કર્યો હોય તે સબંધેની મરણજનાર હવાબેનના નાના ભાઈ ઈસ્માઈલ સાલેમામદભાઈ મલેકની વિગતવારની ફરીયાદના આધારે ઓખા મરીન પોલીસ સ્ટેશનમાં આઈ.પી.સી. કલમ - ૩૦૨,૨૦૧ મુજબનો ગુનો નોંધાઈ ગયેલ અને તપાસના અંતે તપાસ કરનાર અધિકારીશ્રી આર.એમ.મુંધવાનાઓએ આરોપી વિરુધ્ધ પુરતા પુરાવા હોય દ્વારકાની નામદાર એડી. સેસન્સ કોર્ટમાં ચાર્જશીટ કરેલ અને ત્યાર બાદ આ કેસ સેસન્સ કેસ નં. ૬/૨૦૨૧ થી નામદાર એડીશ્નલ સેસન્સ કોર્ટ, દ્વારકાના જજ મ્હે. શ્રી કે.જે.મોદી સાહેબની કોર્ટમાં ચાલવા પર આવેલ અને કુલ ૧૭ સાક્ષીઓને તપાસવામાં આવેલ તેમાં ફરીયાદી તથા અન્ય મહત્વના સાક્ષીઓની લેવાયેલ વિગતવારની જુબાની અને આ કામેના તબીબી સાહેદની તથા એફ.એસ.એલ. અધિકારીની જુબાની અન્વયેની લંબાણપુર્વકની મદદનીશ જીલ્લા સરકારી વકીલશ્રી અમીતભાઈ એચ. વ્યાસની દલીલો ધ્યાને લઈ દ્વારકાના મ્હે. એડી. સેસન્સ જજશ્રી કે.જે.મોદી સાહેબે આરોપી સાલેભાઈ સીદીકભાઈ ચમડીયાને IPC કલમ - ૩૦૨ હેઠળ તકસીરવાન ઠરાવી આજીવન કેદ (જન્મટીપ) ની સજા અને રૂ.૧૫,૦૦૦/- દડં અને દડં ન ભરે તો વધુ ૬ માસની સખ્ત કેદની સજા તૈથા IPC કલમ - ૨૦૧ હેઠળ તકસીરવાન ઠરાવી ૭ વર્ષની સખત કેદની સજા અને રૂ.૫,૦૦૦/- દડં અને દડં ન ભરે તો વધુ ૩ માસની સખ્ત કેદની સજા ફરમાવતો હુકમ કરેલ છે.

(6:48 PM IST)