News of Thursday, 13th March 2025
જામનગરમાં ભોઈજ્ઞાતિ દ્વારા ભવ્ય હોળીકા મહોત્સવ ઉજવાયો : શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર સાથે હોળીદહન કરાયું
આશરે 25 થી 30 ફૂટનું હોલિકાનું પૂતળું બનાવી ભોઈવાડા વિસ્તારમાં વાજતે ગાજતે સરઘસ કાઢી શાસ્ત્રોક્ત વિધિથી મંત્રોચ્ચાર સાથે પ્રજ્વલલિત કરાઈ

જામનગરમાં ભોઇજ્ઞાતિ દ્વારા દર વર્ષ ની જેમ આ વર્ષે પણ ભવ્ય હોલિકા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું... જેમાં આશરે 25 થી 30 ફૂટ નું હોલિકા નું પૂતળું બનાવી ભોઈવાડા વિસ્તારમાં વાજતે ગાજતે સરઘસ કાઢી શાસ્ત્રોક્ત વિધિથી મંત્રોચ્ચાર સાથે પ્રજ્વલલિત કરવામાં આવી હતી.
છોટી-કાશીના બિરુદથી પ્રસિદ્ધ બનેલા જામનગરમાં અસત્ય પર સત્યના વિજયના ઠેર-ઠેર વધામણાં થઈ રહ્યા છે. અને છેલ્લા 69 વર્ષથી જામનગરમાં ઉજવાતા વિશ્વ વિખ્યાત હોલિકા મહોત્સવમાં લોકો ઉમટી પડ્યા છે. હોળીના પર્વને લઈને જામનગરમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.. ત્યારે જામનગરમાં 25 થી 30 ફૂટ ઊચા વિશાળ હોલિકાના પૂતળાને બનાવવા માટે એકાદ મહિના પૂર્વે ભોઇ જ્ઞાતિના યુવાનો કામે લાગી હોલિકનું કલાત્મક પૂતળું તૈયાર કર્યું છે.. જે મહાકાય હોળીનું શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર સાથે દહન કરવામાં આવ્યું છે. તસવીરો : કિંજલ કારસરીયા , જામનગર
(9:44 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
