News of Thursday, 13th March 2025
નકલી ખાતર કેસમાં જામ કંડોરણા કોર્ટનો ચુકાદો : પુરાવાના અભાવે 64 આરોપીઓને નિર્દોષ જાહેર
વર્ષ 2011માં જામકંડોરણા તાલુકામાં 26 સહકારી મંડળી સામે ખાતરમાં ભેળસેળ અંગે ફરિયાદ થઇ હતી :ટ્રાયલ દરમિયાન 64 પૈકી 13 આરોપીઓના થયા હતા અવસાન

જામકંડોરણા : વર્ષ 2011માં નકલી ખાતર મુદ્દે જામકંડોરણા તાલુકામાં થયેલ કેસનો ચુકાદો જાહેર થયો છે જામકંડોરણા કોર્ટે પુરાવાના અભાવે તમામ 64 આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા છે
વર્ષ 2011માં જામકંડોરણા તાલુકામાં 26 સહકારી મંડળી સામે ખાતરમાં ભેળસેળ અંગે ફરિયાદ થઇ હતી આ કેસની ટ્રાયલ દરમિયાન 64 પૈકી 13 આરોપીઓના અવસાન થયા હતા
સહકારી મંડળી ના પ્રમુખો અને મંત્રીઓ સામે સને ૨૦૧૧મા વિઠલભાઈ રાદડીયાની સહકારી મંડળીઓ ઉપરની પકડ કાપી માટે રાજ્ય સરકારના કૃષિ મંત્રાલયો તરફથી રાસાયણી ખાતાર,૧૨-૩૨-૦૯ નામના રાસાયણીક ખાતરનો જથ્થો ઝીબા કંપી રાજકોટના પંકજ કપુપરા મારફત જામકંડોરણા પ્રોસેસીંગ સંધ મારફત આવેલ રાસાયણી ખાતર નો જથ્થો ૨૮ સહકારી મંડળીઓ ધ્વારા ખરીદ કરવામા આવેલ હતો
બોરીયા ગામના ખેડુતો એ સરકારના કૃષિ વિભાગમા જામકંડોરણા તાલુકા ડુપ્લીકેટ ખાતરનો જથ્થો આશરે ૫૮ ટ્રક લાવેલા હતા અને આનું વેચાણ સહકારી મંડળી મારફત ખેડુતો ને વેચાણ કરેલ હતું અને જેમાં બોરીયા ગામના ખેડુતો ખરીદ કરેલ ૧૨ થેલી વેચાણ લીધા પછી તેમને તેમના પ્લોટ મા ખુલી જગ્યા મા રાખેલ અને આખી રાત વરસાદ પડતા ખાતર ની પેલીઓ ઓગળી ન હતી અને રાસાયણીક ખાતર ને બદલે માટી રેતી થી ભેળસેલ હતું
સરકારશ્રી ના કૃષિ વિભાગ તરફથી નમુના લેતા ખજુરડા સહકારી મંડળી અને રોધેલ સહકારી મંડળીમાંથી નમુના લેતા આ નમુના ઓ જુનાગઢ લેબોરેટરી મા ફેલ થયેલ હતું બોગસ ખાતર પુરવાર થયો હતો અને જે કેસ જામકંડોરણા પોલીસે ખેતીવાડી અધિકારીની ફરીયાદ ને આધારે ગુન્હો રજીસ્ટર કરેલ હતો અને આ કેસ ની તપાસ એસ.ઓ.જી.ના પી.આઈ.રાણા સાહેબ ચાર્જશીટ દાખલ કરેલ હતું
આ કેસ જામકંડોરણા કોર્ટમા શરુ થતા આરોપી સામે ની ટ્રાયલ ચાલુ થતા તેમા કુલ.૬૪ આરોપીઓ ઓ પોલીસે આઈ.પી.સી.કલમ.૪૨૦-૪૦૯-૪૯૫-૪૯૭- ૧૨૦ બી .આવશ્યક ચીજ વસ્તુ ધારાની કલમ.૩-૭ તથા રસાયણીક ખાતર ૧૯૮૫ ની કલમ.૭-૧૧-૧૨-૧૯ મુંજબ ના કેસ શરુ થયેલ હતો જેમા કેસ ની ટ્રાયલ ચાલતા દરમ્યાન ૧૩ આરોપીઓ અવસાન પામેલા હતા
આ કેસમા આરોપીઓ વતી જામકંડોરણા ના સીનીયર ધારાશાસ્ત્રી કાંતિલાલ બાલધા. પી.આર.કોયાણી કે.એમ.જાગાણી રોકાયેલા હતા અને કેસ મા ફરીયાદ પક્ષ તરફથી કુલ ૨૦ સાહેબ અને ૨૦ દસ્તાવેજી પુરાવાઓ લીસ્ટ રજુ કરેલા હતા આ કેસ ની ટ્રાયલ ચાલતા સમય દરમ્યાન ફરીયાદ પક્ષ ની ઉલટ તપાસ અને એફ.એસ.એલ.અધિકારી :લટ તપાસ દરમ્યાન પોઝીટીવ રીપોર્ટ ને નેગોટીવ પુરવાર કરી તેમજ તપાસ કરનાર અધિકારીશ્રીઓ ની ખામીઓ ઉલટ તપાસમા લાવી અને તપાસ ની તૃટીઓ નામદાર કોર્ટ મસક્ષ રજે કરેલ અને ખાતર થેલીઓ ચાર્જશીટ મા ન બતાવી કોર્ટમા મુંદામાલ ન બતાવી અને સરકાર પક્ષે રહેલ કેસ પુરવાર ન કરી શકતા તમામ ૬૪ આરોપીઓને જામકંડોરણા ના મમ્હે. જજ શેખ સાહેબ તા.૧૩/૩/૨૦૨૫ ના રોજ નિદોર્ષ જાહેર કરવામા આવેલ હતા
આ કેસમા આરોપીઓ વતી જામકંડોરણા ના સીનીયર એડવોકેટ કાંતિલાલ બી.બાલધા તથા પી.આર.કોયાણી તથા કે.એમ જાગાણી રોકાયેલ હતા
(10:08 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
