<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 13th March 2025

ધોરાજીમાં માધવ ગૌસેવા ટ્રસ્ટ-દ્વારા ગૌશાળાના ગાયોના છાણથી વૈદિક પરંપરા વૈદિક મંત્રોચ્ચાર સાથે તેમજ શહેરમાં 22 થી વધુ સ્થાનો ઉપર હોલિકા દહન કાર્યક્રમ યોજાયો

(કિશોરભાઈ રાઠોડ દ્વારા) ધોરાજી:-ધોરાજીમાં માધવ ગૌસેવા ટ્રસ્ટ-દ્વારા ગૌશાળાના ગાયોના છાણથી વૈદિક પરંપરા વૈદિક મંત્રોચ્ચાર સાથે તેમજ શહેરમાં 22 થી વધુ સ્થાનો ઉપર હોલિકા દહન કાર્યક્રમ યોજાયો

ધોરાજી માધવ ગૌસેવા ટ્રસ્ટ-દ્વારા ગૌશાળા ના ગાયોના છાણ થી વૈદિક પરંપરા મુજબ હોલિકા દહન કાર્યક્રમ સાથે શહેરમાં 22 થી વધુ સ્થાનો ઉપર હોલિકા દહન કાર્યક્રમ યોજાયો હતો
ધોરાજીના ખરાવડ પ્લોટ ખાતે આવેલ માધવ ગૌશાળા ખાતે ગુરૂવાર ને ફાગણ સુદ ૧૫ પૂનમ  ના રોજ હોળીના તહેવાર નિમિત્તે માધવ ગૌ શાળાની ગાયોના છાણમાંથી માધવ મહિલા સત્સંગ મંડળ દ્વારા છાણા થાપી ભારતીય સંસ્કૃતિ તેમજ હિન્દુ ધર્મની પરંપરા મુજબ વૈદિક હોળી બનાવવામાં આવેલી હતી જેમાં હોલિકાની સાથે સાથે પ્રહલાદને પણ મૂર્તિ રૂપે બનાવીને છાણાની હોળીમાં રાખવામાં આવેલ જે ખૂબ જ ધોરાજી શહેરમાં આકર્ષણ જમાવ્યો હતો
આ સમયે  પોલીસ ઇન્સ્પેક્ટર રવિ ગોધમ અખિલ ભારતીય વિશ્વકર્મા મહાસભાના રાષ્ટ્રીય અગ્રણી કિશોરભાઈ રાઠોડ દિલીપભાઈ હોતવાણી ધોરાજી શિક્ષણવિદ વિમલભાઈ કોયાણી ધોરાજી નગરપાલિકાના ઉપપ્રમુખ ચિન્ટુભાઈ કોયાણી કારોબારી ચેરમેન સી સી અંટાળા  વિશ્વ હિન્દુ પરિષદના પ્રફુલભાઈ જાની મનીષભાઈ સોલંકી ધોરાજી ખોડલધામ સમિતિના હોદેદાર શ્રીઓ સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા જેઓનું માધવ ગૌસેવા ટ્રસ્ટના ભુપતભાઈ કોયાણી જયેશભાઈ વઘાસિયા વગેરે દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. બાદ બ્રાહ્મણોના વૈદિક મંત્રોચાર સાથે મહેમાનોના વરદ હસ્તે હોળી પ્રગટાવવા માં આવેલ
. આ હોળી ઉપર પૂર્ણ કદની હોલિકા બેસાડવામાં આવેલ જે ધોરાજીની જનતા માટે આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું હતું
હોળીને રંગબેરંગી કલર તથા ફૂલોથી શણગારી રંગોળી પૂરવામાં આવેલ.    ભવ્ય આતશબાજી તેમજ ભૂદેવ દ્વારા શાસ્ત્રોક્ત વિધિથી પૂજન વિધિ બાદ વૈદિક મંત્રોચ્ચાર સાથે હોલિકા દહન  હોળીના ધાર્મિક ગીતોથી ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો.
 આ સમયે માધવ ગૌ સેવા ટ્રસ્ટ ના  પ્રમુખ જયેશભાઈ વઘાસિયા ભુપતભાઈ કોયાણી ટ્રસ્ટીશ્રી તેમજ સંજયભાઈ વૈષ્ણવ ભરતભાઈ અકબરી લાલજીભાઈ અંટાળા વગેરે ટ્રસ્ટીઓ અને 200 જેટલા કાર્યકર્તાઓ મહિલા મંડળ વિગેરે જહેમત ઉઠાવી હતી
તેમજ શહેરના આવેડા ચોક રામ મંદિર ચોક જેતપુર રોડ શ્રીનાથજી સોસાયટી કોલેજ ચોક સહિત શહેરના 22 થી વધુ સ્થાનો ઉપર હોલિકા દહન કાર્યક્રમ યોજાયો હતો શહેરમાં કાયદો અને વ્યવસ્થા બાબતે પોલીસ ઇન્સ્પેક્ટર રવિ ગોધમ પીએસઆઇ ગોહિલ વિગેરે સ્ટાફ દ્વારા સઘનપોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો


 

(11:21 PM IST)