News of Friday, 14th March 2025
અમરેલી આત્મા પ્રોજેક્ટ દ્વારા પ્રાકૃતિક ખેતી પરિસંવાદ અને પ્રદર્શન કાર્યક્રમ યોજાયો
મોટી કુંકાવાવ અને ડુંગર ખાતે યોજાયેલા કાર્યક્રમમાં ખેડુતોને કૃષિક્ષેત્રના નવીનત્તમ સંશોધન અને પ્રાકૃતિક ખેતી વિષયક માહિતી અને માર્ગદર્શન

અમરેલી:અમરેલી આત્મા પ્રોજેક્ટ દ્વારા કુંકાવાવ-વડીયા તાલુકાના મોટી કુંકાવાવ અને રાજુલા તાલુકાના ડુંગર ખાતે પ્રાકૃતિક ખેતી પરિસંવાદ અને પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ અંતર્ગત યોજવામાં આવેલા આ કાર્યક્રમમાં કુંકાવાવ-વડીયા, અમરેલી અને રાજુલા, જાફરાબાદ, સાવરકુંડલા તાલુકાના ખેડુ ભાઇ-બહેનોને કૃષિક્ષેત્રના નવીનત્તમ સંશોધન અને પ્રાકૃતિક ખેતી વિષયક માહિતી અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું, તેમ અમરેલી આત્મા પ્રોજેક્ટ દ્વારા યાદીમાં જણાવવામાં આવ્યું છે.
(12:52 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
