News of Friday, 14th March 2025
ભારતીય સેનામાં અગ્નીવીર તરીકે જોડાવા તા.૧૦ એપ્રિલ સુધીમાં ઓનલાઈન અરજી કરવી

અમરેલી : ભારતીય સેનામાં અગ્નીવીર તરીકે જોડાવા અને દેશની ઉત્કૃષ્ટ સેવા કરવા ઈચ્છુક ઉમેદવારો માટે જામનગર આર્મી ભરતી કાર્યાલય દ્વારા આર્મી ભરતી રેલીનું આયોજન કરવામાં આવશે.
આ ભરતી રેલીમાં અગ્નીવીર (જનરલ ડ્યુટી, ટેકિનીકલ, ક્લાર્ક, સ્ટોરકીપર, ટેકિનીકલ/ટ્રેડમેન) કક્ષા પર ભાગ લેવા ઇચ્છતા ૧૭.૫ થી ૨૧ વર્ષની ઉંમરના ફક્ત પુરુષ ઉમેદવાર તા. ૧૦.૦૪.૨૦૨૫ સુધીમાં ઓનલાઈન પોર્ટલ https://www.joinindianarmy.nic.in પર ઓનલાઇન અરજી કરવી.
આ અંગેની વધુ વિગતો માટે જામનગર આર્મી ભરતી કાર્યાલયના ફોન નંબર (૦૨૮૮) ૨૫૫૦૩૪૬ અથવા અમરેલી જિલ્લા રોજગાર વિનિમય કચેરીના ફોન નં. (૦૨૭૯૨) ૨૨૩૩૯૪ પર સંપર્ક કરવા અમરેલી જિલ્લા રોજગાર અધિકારીશ્રીએ એક યાદીમાં જણાવ્યું છે.
(12:58 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
