News of Friday, 14th March 2025
ભાવનગરમાં સરકારી મેડિકલ કોલેજમાં રેગિંગની ઘટનામાં કાર્યવાહી :8 આરોપી ડોક્ટરની ધરપકડ
સરકારી મેડિકલ કોલેજમાં રેગિંગની ઘટનામાં સંડોવાયેલા આઠ આરોપી ડોક્ટરને નીલબાગ પોલીસે ઝડપી પાડ્યા

ગુજરાતભરમાંથી રેગિંગની ઘટનાઓ સતત સામે આવી રહી છે. હજુ થોડા દિવસ પહેલાં જ અમદાવાદની એક હોસ્ટેલમાંથી રેગિંગની ઘટના સામે આવી હતી એવામાં ભાવનગરમાંથી પણ રેગિંગની ઘટના સામે આવી હતી. ભાવનગરની સરકારી મેડિકલ કોલેજમાં રેગિંગની ઘટનામાં સંડોવાયેલા આઠ આરોપી ડોક્ટરને નીલબાગ પોલીસે ઝડપી પાડ્યા છે.
થોડા દિવસો પહેલા ભાવનગર શહેરના સરકારી મેડિકલ કોલેજના બે જુનિયર ડોક્ટરોનું અપહરણ કરી તેમને ઢોર મારવામાં આવ્યો હતો, તેમજ એક ડોક્ટરને નગ્ન કરી માર મરાયો હતો, જે ઘટના બાદ નીલમબાગ પોલીસ મથકમાં પોલીસ ફરિયાદ નોંધાઈ હતી, ફરિયાદ બાદ ઘટનામાં સંડોવાયેલ આરોપી ડોક્ટરો ફરાર થઇ ચૂક્યા હતા. જે ઘટનામાં પોલીસે આઠ આરોપી ડોક્ટરને ઝડપી લઈને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
(11:12 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
