News of Friday, 14th March 2025
રાજુલામાં ભારે પથ્થરમારો : વાવેરા રોડ પર બે કોમના લોકો વચ્ચે બોલબલી બાદ મામલો બિચક્યો : બાઇકમાં આગચંપી
મારામારીમાં પાંચ લોકો ઘાયલ : ઇજાગ્રસ્તોને હોસ્પિટલમાં ખસેડાયા : પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો

અમરેલીના રાજુલામાં ધૂળેટીના તહેવાર વચ્ચે પથ્થરમારાની ઘટના બની હતી. બે અલગ-અલગ કોમ વચ્ચે બોલાચાલી થયાં બાદ પથ્થરમારો થયો હતો. એક જૂથનું બાઈક પણ સળગાવી દેવાયું હતું. જોકે, બાઇક ઉપર ફાયર ટીમ દ્વારા પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવાયો હતો. આ મારમારીની ઘટનામાં 5 લોકોને ઈજા પહોંચી છે. હાલ તમામને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યાં છે.
આ ઘટનાની જાણ થતાં સાવરકુંડલા એ.એસ.પી.વલય વૈદ્ય તેમજ રાજુલા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને સ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો. બીજી તરફ બંને જૂથોની સામે સામે પોલીસ ફરિયાદ નોંધવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
(11:54 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
