News of Saturday, 15th March 2025
જામનગરની ઉત્સવપ્રેમી જનતાએ ધૂળેટીએ મનભરીને મનાવ્યો રંગોત્સવ
જિલ્લા પોલીસ વડા પણ પોલીસ હેડ ક્વાર્ટર માં ધૂળેટીના રંગે રંગાયા: શહેરની ભાગોળે અનેક પાર્ટી પ્લોટ માં રંગારંગ કાર્યક્રમ યોજાયા

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર તા ૧૫ : જામનગર ઉત્સવપ્રેમી શહેર છે. ત્યારે શહેરમાં ગઇકાલે ધૂળેટી પર્વ ની પણ ઉલ્લાસપૂર્ણ ઉજવણી કરવામાં આવી હતી. લોકો મિત્ર વર્તુળ અને સ્નેહીજનો સાથે રંગે રમવા નીકળી પડ્યા હતા, અને શહેરનાં માર્ગો પર રંગોત્સવની ગૂંજ જોવા મળી હતી. શેરી-ગલીઓમાં સોસાયટીઓમાં ડી.જે. સાઉન્ડનાં સથવારે પણ લોકોએ રંગોની મોજ માણી હતી. તો શહેરની આસપાસ આવેલ કેટલાક રીસોર્ટ - રેસ્ટોરન્ટ સહિતનાં વ્યવસાયિક એકમોમાં પણ ધૂળેટીને લઇને પૂલપાર્ટી સહિતનાં વિવિધ આયોજનો થયા હતાં.ખાસ કરીને યુવા વર્ગે મનભરીને રંગોત્સવ ઉજવ્યો હતો.
જામનગર શહેરના તમામ મુખ્ય માર્ગો પર સવારે ૧૦.૦૦ વાગ્યાથી લઈને બપોરે ૨,૦૦ વાગ્યા સુધી લોકો રંગોતસ્વ મનાવતા જોવા મળી રહ્યા હતા, અને ઠેર ઠેર રંગોની છોડ ઉડી રહેલી જોવા મળી હતી.
જોકે મોટાભાગે પોલીસ દ્વારા બંદોબસ્ત ગોઠવેલો હોવાથી એક પણ સ્થળે અનિચ્છનીય બનાવ કે કોઈ સંઘર્ષની ઘટના જોવા મળી ન હતી. અથવા વિના કારણે કોઈ ઉપર રંગ ઉડાવીને ખલેલ પહોંચાડવાનો પ્રયાસ પણ થયો હોય તેવું જોવા મળ્યું ન હતું, અને શહેરીજનોએ અનુસાશન પૂર્વક ધૂળેટીનું પર્વ મનાવ્યું હતું.
ખાસ કરીને જામનગર રાજકોટ રોડ પર અનેક હોટલ ખાનગી પાર્ટી પ્લોટ માં યોજાયેલા રંગારંગ કાર્યક્રમમાં યુવાધન ઉમટી પડ્યું હતું, અને ડી.જે. ધમાલ ની મસ્તી, અને રેઇન ડાન્સ, પુલ પાર્ટી સાથેના રંગારંગ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં યુવાવર્ગ જોવા મળ્યો હતો.
જામનગરની મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ અને અન્ય તબીબો, નર્સિંગ સ્ટાફ વગેરે પણ ધૂળેટીનું પર્વ ખૂબજ ધામ ધૂમ અને ઉત્સાહપૂર્વક મનાવ્યું હતું, અને એકબીજા પર રંગ ઉડાવીને ઉત્સવની ઉજવણી કરી હતી.
જામનગર જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુ, કે જેઓ પણ ઉત્સવ પ્રેમી છે, અને પ્રત્યેક ઉત્સવ જામનગરના પોલીસ હેડ ક્વાર્ટર માં પોતાના પોલીસ પરિવારની સાથે જ મનાવતા આવે છે.
તેઓએ પરમદીને રાત્રે પોલીસ હેડ ક્વાર્ટરમાં હોલિકા દહનના કાર્યક્રમમાં હાજરી આપ્યા બાદ ગઈકાલે ધૂળેટીના પર્વની ઉજવણી પણ પોલીસ પરિવારની સાથે જ કરી હતી.
તેઓએ પોતાના પત્ની સાથે પોલીસે હેડક્વાર્ટર માં પહોંચી જઈ ત્યાં હાજર રહેલા શહેરી વિભાગના ડીવાયએસપી અને ગ્રામ્ય વિભાગના ડીવાયએસપી ઉપરાંત એલસીબી અને એસ.ઓ.જી.ના પોલીસ સ્ટાફ તથા અન્ય પોલીસ પરિવાર સાથે ધૂળેટીનું પર્વ ઉજવ્યું હતું, અને પોલીસ હેડક્વાટરમાં પણ ઉત્સાહ જનક વાતાવરણ જોવા મળ્યું હતું.(તસ્વીર:મુકુંદ બદિયાણી-જામનગર)
(9:32 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
