News of Saturday, 15th March 2025
સોરાષ્ટ્ર- કચ્છમાં સો કોઇ રંગપર્વ ધુળેટીના રંગમાં રંગાયા
ગુરૂવારે રાત્રીના ઠેર-ઠેર હોલીકા દહન કરાયુઃ કાલે સવારથી એકબીજા ઉપર કલર ઉડાડીને ધુળેટીની ઉજવણી

પ્રથમ તસ્વીરમાં શ્રી સોમનાથ મહાદેવના સાનિધ્યમાં હોલીકા દર્શન બીજી તસ્વીરમાં મોરબીમાં ધુળેટીની ઉજવણી થતી નજરે પડે છે. (તસ્વીરઃ દિપક કક્કડ (વેરાવળ) પ્રવિણ વ્યાસ (મોરબી)(૨.૯)
રાજકોટ તા.૧૫: રાજકોટ સહિત સોૈરાષ્ટ્ર-કચ્છમાં હોળી- ધુળેટી પર્વની આસ્થાભેર ઉજવણી કરવામાં આવી હતી. ઠેર-ઠેર હોલીકાદહન કરવામાં આવ્યું હતું. જયારે હોળીના બીજા દિવસે ગઇકાલે શુક્રવારે રંગપર્વ ધુળેટીની ઉજવણી કરવામાં આવી હતી. વહેલી સવારથી સાંજ સુધી સોૈ કોઇ રંગપર્વના રંગમાં રંગાયા હતા. અને એકબીજાને રંગ ઉડાડીને ધુળેટીની ઉજવણી કરવામાં આવી હતી.
વેરાવળ
(દિપક કક્કડ દ્વારા) વેરાવળઃ શ્રી સોમનાથ ટ્રસ્ટ દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની અધ્યક્ષતામાં પર્યાવરણને લક્ષમાં રાખીને વિવિધ પ્રકલ્પો ચલાવી રહ્યું છે. ત્યારે પ્રધાનમંત્રીશ્રીના LiFE (લાઇફ સ્ટાઇલ ફોર ઇન્વાયરમેન્ટ) અભિગમ અંતર્ગત ટ્રસ્ટ દ્વારા પર્યાવરણને લાભ કરતું અને દર્શનાાર્થીઓના સ્વાસ્થ્ય માટે આયુર્વેદિક દ્રષ્ટિએ ઉત્તમએ પ્રકારનું વૈદિક હોલિકા દહન યોજ્યું હતું.
શ્રી સોમનાથ ટ્રસ્ટ તરફથી જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા દ્વારા સજોડે વિધિવત પૂજન કરીને હોલિકા પ્રાગટય કરવામાં આવ્યું હતું. આ તકે શ્રી સોમનાથ ટ્રસ્ટ પરિવાર, સોમનાથ સંસ્કળત પાઠશાળાના ઋષિકુમારો, અને શ્રી સોમનાથ મહાદેવના દર્શને આવનાર ભક્તો જોડાયા હતા. આ વૈદિક હોલિકા દહનમાં સોમનાથ ટ્રસ્ટની ગૌશાળાની ગૌમાતાના સુકેલા છાણ, ગીર ગાયનું ઘી, સમિધ કાષ્ઠ, સાત પ્રકારના અનાજ, કપૂર અને વિવિધ પ્રકારની ઔષધિઓનો ઉપયોગ કરવામાં આવેલ. શાષાોકત દૃષ્ટિએ તેમજ આયુર્વેદ અનુસાર ઉપરોક્ત સામગ્રીઓનું દહન પર્યાવરણને શુદ્ધ કરવાની સાથે સાથે વાત, પિત્ત અને કફના દોષોને પણ દૂર કરનાર છે. આ પવિત્ર દ્રવ્યોથી હોલિકા દહન કરીને સકારાત્મક ઉર્જાનો સંચાર કરે છે. આ પ્રસંગે સૌએ મળીને હોલિકમાં પ્રજ્વલિત અગ્નિ દેવતાને વિશ્વ કલ્યાણની પ્રાર્થના કરી હતી. આ કાર્યક્રમના માધ્યમથી વૈદિક હોલિકા પદ્ધતિને અને વૈદિક સંસ્કળતિને આધુનિક પેઢી સુધી પહોંચાડવાનો અનોખો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
મોરબી
(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબીઃ મોરબી જિલ્લામાં આજરોજ ઠેર ઠેર રંગોના તહેવાર એવા ધૂળેટીની ઉજવણી કરવામાં આવી રહી છે. લોકો એકબીજાને રંગ લગાવીને ધૂળેટીનો પર્વ ઉજવી રહ્યા છે. ત્યારે મોરબી જિલ્લાના સરકારી અધિકારીઓએ પણ સાથે મળીને ધૂળેટીનો પર્વ ઉજવ્યો હતો.
મોરબી જિલ્લાના નિવાસી અધિક કલેક્ટર, પ્રાંત અધિકારી હળવદ, મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનર તથા જિલ્લાના રેવન્યુ કર્મચારીઓએ સાથે મળી ધૂળેટીના આ પાવન પર્વની ઉજવણી કરી હતી. એકબીજાને રંગ લગાવીને ધૂળેટીની શુભકામના પાઠવી હતી.(૨.૮)
(11:38 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
