<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 15th March 2025

ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ નજીક સિંહણ કુવામાં ખાબકતા દોરડા અને ખાટલો ઉતારી દિલધડક રેસ્ક્યૂ કરીને બચાવ

સિંહણ કૂવામાં ખાબક્યાની ખેડૂતોને જાણ થયા પછી વન વિભાગના અધિકારીઓએ સિંહણનું રેસ્ક્યુ કર્યું

વેરાવળ તા.૧૫ :  ગીર સોમનાથમાં વેરાવળ નજીક સિંહણ કૂવામાં ખાબકી હોય તેવી ઘટના સામે આવી છે. આ પછી કૂવામાં દોરડા અને ખાટલો ઉતારી સિંહણનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. સિંહણ કૂવામાં ખાબક્યાની ખેડૂતોને જાણ થઈ હતી. આ પછી વન વિભાગના અધિકારીઓએ સિંહણનું રેસ્ક્યુ કર્યું હતું.

મહત્ત્વનું છે કે, એક સિંહણ શિકારની શોધમાં કૂવામાં ખાબકી હોવાનું પ્રાથમિક કારણ સામે આવ્યું છે. આ ઘટના અંગે ગામલોકોએ વન વિભાગ ને જાણ કરવામાં આવી હતી. આ પછી તાત્કાલિક દોરડા અને ખાટલા વડે આ સિંહણને બહાર કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

(12:13 PM IST)