તા. ૧૨ ફેબ્રુઆરી ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ મહા વદ – ૧૦ ગુરૂવાર
News of Saturday, 15th March 2025
આદિવાસી અને વનવાસી સમુદાયના ૬૮ પરિવારોના ૨૦૦ લોકો તેમના મૂળ ધર્મમાં પાછા ફર્યા
દ્વારકાધીશ શારદાપીઠાધીશ્વર જગતગુરૂ શંકરાચાર્ય સ્વામી શ્રી સદાનંદ સરસ્વતીજી મહારાજના પાવન સાંનિધ્યમાં

(વિનુભાઇ સામાણી દ્વારા) દ્વારકા તા. ૧પ :.. પરમ પૂજ્ય પヘમિામનાય દ્વારકાધીશ શારદાપીઠાધીશ્વર જગતગુરુ શંકરાચાર્ય સ્વામી શ્રી સદાનંદ સરસ્વતીજી મહારાજના પાવન સાંનિધ્યમાં આયોજિત ૫૬મી નિશુલ્ક ચિકિત્સા શિબિરમાં સ્વધર્માનયન અભિયાન અંતર્ગત પヘમિ સિંહભૂમ જિલ્લાના દૂર આદિવાસી ક્ષેત્રોમાં રહેવાવાળા આદિવાસી જનજાતિ સમુદાયના ૬૮ પરિવાર ના ૨૦૦ લોકો એ સ્વધર્મ માં વાપસી કરી. આ આદિવાસી લોકોએ અમુક સંજોગોમાં ભૂલથી ભટકી જઈને ધર્માંતરણના કુચક્રમાં ફસાયને સનાતન ધર્મનો ત્યાગ કરી દીધો હતો. તે લોકોએ આજ પૂજ્યપાદ જગતગુરુ શંકરાચાર્યજી મહારાજના હાથોથી ગંગાજલનું પાન કરી તેમજ શ્રી રામ નામનું વાંચન કરીને પુનઃ સનાતન ધર્મમાં ઘર વાપસી કરી છે આ પ્રસંગે પૂજ્ય શંકરાચાર્યજી મહારાજે સનાતન ધર્મનું મહત્વ અને તેને ઉજાગર કરતા કહ્યું હતું કે- સ્વધર્મ નિધન શ્રેયઃ પરધર્મો ભયાવહ, પાછળના ઘણા દિવસોમાં પૂજ્યપાદ શંકરાચાર્યજીએ આ જિલ્લાના ઘણા આદિવાસી ગામોમાં સ્વધર્માનયન અભિયાન અંતર્ગત ધર્મ સંચાર સભાઓને સંબોધી જેમાં આદિવાસી જનજાતિ સમુદાયમાં સનાતન ધર્મ ને લઈને જાગળતિ થઈ છે અને લોકો ધર્માંતરણના કુચક્રને સમજીને પોતાની જ મતી બુદ્ધિથી પોતાના સ્વધર્મ તરફ વાળી રહ્યા છે કાર્યક્રમમાં વિશ્વ કલ્યાણ આશ્રમના નવનિયુક્ત પ્રભારી બ્રહ્મચારી વિશ્વાનંદજી, આધ્યાત્મિક ઉત્થાન મંડળના બધા જ સદસ્ય એવમ ઇન્દ્રજીત માલિક, શિવપ્રસાદ સિંહદેવ, રોબી લકડાએ ખૂબ જ પરિશ્રમથી આ આયોજનને સફળ કરાવ્યું હતું સ્થાન-વિશ્વકલ્યાણ આશ્રમ, ગામ-પરાલીપોસ, પરાખંડ- ગોઈલકેરા, પヘમિ સિંહભૂમ, ઝારખંડ. (તસ્વીર : દિપેશ સામાણી -દ્વારકા) (પ-ર૩)
(12:28 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
