<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 15th March 2025

ઝીંઝુવાડાના આદરીયાણા ગામે ઠગાઇ આચરી ૧૬ લાખના ચણા લઇ જનાર ટ્રક સાથે કચ્‍છનો આરોપી ઝડપાઇ ગયો

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ, તા.૧૫: ઝીંઝુવાડા પોલીસ સ્‍ટેશનના આદરીયાણા ગામેથી વિશ્વાશઘાત કરી ગંભીર પ્રકારનો ગુન્‍હો આચરી નાસી જનાર આરોપીને ગણતરીના કલાકોમાં લઇ ગયેલ મુદામાલ ચણા આશરે ૨૮૦૦૦ કિલો કિ.રૂ.૧૬,૦૦,૦૦૦/- તથા ગુનામાં વપરાયેલ ટ્રક સાથે શોધી કાઢેલ છે.

નાયબ પોલીસ મહાનીરીક્ષક ડો.ગીરીશ પંડયા સુરેન્‍દ્રનગર તથા નાયબ પોલીસ અધિક્ષક જે.ડીપુરોહીત ધ્રાંગધ્રાં ડિવિઝન નાઓ દ્વારા બનાવનો ભેદ ઉકેલવા અને સુચના કરવામાં આવેલ. જેથી ઝીંઝુવાડા પોલીસ સ્‍ટેશનના પો.સબ ઇન્‍સ.ડી.કે.સોલંકી એ.એસ.આઇ મહાદેવભાઇ લાધુભાઇ વણોલ તથા પો.કોન્‍સ. શૈલેષભાઇ ચેલાભાઇ ભાલૈયા તથા પો.કોન્‍સ. ઇશ્વરભાઈ નશાભાઇ ગોયલ અલગ ટીમો બનાવી વોચમા હતા તે દરમ્‍યાન હકિકત મળેલ કે ફરીયાદમા દર્શાવેલ વર્ણનવાળી ટ્રક તથા મુદામાલ દરશળી મોમાઈ મોરા તા-માંડવી જી.કચ્‍છ-ભૂજ હોવાની હકીકત મળતા તુરત જ શોધખોળ કરવા રવાના કરેલ તપાસ દરમ્‍યાન માનકુવા ભૂજ -નખત્રાણા હાઇવે ઉપર તપાસ કરતા એક મોટી ખુલ્લી જગ્‍યામાં મુદ્દામાલ ભરેલ ટ્રક રજી.નં-જીજે-૧૨-બીડબલ્‍યુ-૫૭૯૧ સાથે એક ઇસમ મળી આવ્‍યો હતો.

જે ઇસમસમીર અસલમ ચાકી ઉવ.૨૨ ધંધો-વેપાર રહે-દરશળી-મોમાઇ મોરાની પુછપરછ કરતા આ મુદ્દામાલ ચણા તેને આ ગાડીના ડ્રાયવર મહેન્‍દ્રપુરી લાલપુરી ગોસાઇ તથા અન્‍ય બે સહઆરોપીઓ પાસેથી આશરે ૨૮૦૦૦ કિગ્રા ચણા ખરીદ કરેલ હોય તે પૈકી આશરે ૯૫૦૦ કિગ્રા ચણા પોતે વેચી નાંખેલ હોવાનું જણાવતા બાકીના આશરે ૧૮૫૦૦ કિગ્રા ચણા કી.રૂ.૧૧૨૫૦૦૦/- તથા મુદ્દામાલ ભરેલ ટ્રક કી.રૂ.૪૦૦૦૦૦/ ગણી તપાસ અર્થે કબજે કરવામાં આવ્‍યું હતું.

તથા માલ રાખનાર વેપારીને ડીટેન કરી ઝીંઝુવાડા પોલીસ સ્‍ટેશન ખાતે લાવી ધોરણસર અટક કરી વેચેલ મુદ્દામાલ તથા અજાણ્‍યા આરોપી બાબતે કોઇ હકીકત જણાવતો ન હોય જેથી રીમાન્‍ડ મેળવેલ બાદ રીમાન્‍ડ દરમ્‍યાન આરોપી સમીર અસલમ ચાકી પાસેથી વેચેલ ચણા મુદ્દામાલ ૯૫૦૦ કિગ્રાની અવેજમાં રોકડ રૂપિયા.૪૫૦૦૦૦/- રીકવર કરવામા આવેલ છે.

(2:08 PM IST)