<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 15th March 2025

ભાવનગર મેડિકલ કોલેજના ચકચારી રેગિંગ કેસ મામલે સિનિયર- જુનિયર ડોક્‍ટરો ઝડપાયા

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર તા.૧૫: ભાવનગર મેડિકલ કોલેજના ચકચારી રેગિંગ કેસ મામલે  પોલીસે સિનિયર- જુનિયર ડોક્‍ટરો ને ઝડપી લીધા છે .

ભાવનગર મેડિકલ કોલેજમાં UG માં અભ્‍યાસ કરી રહેલા વિદ્યાર્થીઓએ  વિદ્યાર્થીઓનું  અપહરણ અને રેગીંગ કર્યાના ચકચારી મામલે એન્‍ટી રેગીંગ કમિટી એ  રેગીંગ કરનાર ૪ વિધાર્થીઓને તાત્‍કાલિક અસરથી સસ્‍પેન્‍ડ કર્યા હતા.

આ બનાવ અંગે  પોલીસ ફરિયાદ પણ નોંધાઈ હતી .પોલીસે  જેને ઝડપી લીધા છે તેમાં જેમાંડો .મન પટેલ, ડો. પિયુષ ચૌહાણ,ડો. નરેન ચૌધરી અને ડો.મિલન કક્‍લોતર નો સમાવેશ થાય છે.

(12:41 PM IST)